Home /News /india /Mission Paani: દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - મિશન પાની માટે કામ કરશે મહારાષ્ટ્ર સરકાર

Mission Paani: દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - મિશન પાની માટે કામ કરશે મહારાષ્ટ્ર સરકાર

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - મિશન પાની માટે કામ કરશે મહારાષ્ટ્ર સરકાર

ફડણવીસે જણાવ્યું - રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં જળ સંકટથી નિપટવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ઉઠાવ્યા છે

જળ સંકટ વિશે લોકોને જાગૃત કરવા અને તેમને પાણીની બચત માટે પ્રેરિત કરવા News18નું અભિયાન મિશન પાની(#Missionpaani) મુંબઈમાં લોન્ચ થઈ ગયું છે. ‘મિશન પાની’અભિયાનને એમ્બેસેડર અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું હતું. તેમણે News18ના કેમ્પેઈનને ઐતિહાસિક ગણાવ્યું અને લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાણીના સંકટ ઉપર ચર્ચા કરી હતી.

ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં જળ સંકટથી નિપટવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ઉઠાવ્યા છે. તેમણે News18ના કેમ્પેઈને મિશન પાનીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર જળ સંરક્ષણના આ અભિયાનમાં અભિનેતા અમિતાભ બચ્ચન સાથે કદમથી કદમ મિલાવીને કામ કરશે. આ દરમિયાન જલશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહે શેખાવતે કહ્યું હતું કે ઉપયોગ કરેલા પાણીને ફરીથી ઉપયોગ લાયક બનાવવાની તત્કાલ જરુરત છે. તેના કારણે પાણીના સ્ત્રોતો ઉપર વધારાનું દબાણ પડશે નહીં.

જલશક્તિ મંત્રીએ કહ્યું - મિશન પાનથી સરકારને મદદ મળશે
મુંબઈમાં મિશન પાની અભિયાનના શુભારંભ પર શેખાવતે કહ્યું હતું કે તેમને ઘણો આનંદ છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા મિશનમાં મદદ કરવા માટે Network18 જેવું મીડિયા સમૂહ મોટા પ્રમાણમાં સામેલ થયું છે. આના કારણે પીએમના મિશનને ઘણી મદદ મળશે. તેમણે પાણીના મહત્વ પર કહ્યું હતું કે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની સાથે તેને ફરીથી ઉપયોગ કરવા યોગ્ય બનાવવાની તત્કાલ જરુરીયાત છે.



આ પણ વાંચો - Mission Paani: સદગુરુ બોલ્યા - નદીનું 30% પાણી સમુદ્રમાં જવું જરુરી

2020 સુધી દેશના 21 શહેરોમાં ખતમ થઈ જશે ભુજળ
છેલ્લા ઘણા દશકાથી જળ સંકટ ભારત માટે મોટી સમસ્યા બનેલ છે. નીતિ આયોગના હાલના રિપોર્ટ પ્રમાણે ભારતના 21 શહેરોમાં 2020 સુધી ભુગર્ભ જળ ખતમ થઈ જશે. જળ સંકટની ભયાનકતા જોતા News18 અને હાર્પિક (Harpic)ઘણા સમયથી ‘મિશન પાની’નામથી અભિયાન ચલાવી રહ્યા છે. અમિતાભ બચ્ચને News18ના અભિયાનને ઐતિહાસિક બતાવ્યું હતું અને લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેમ્પેઈનથી દેશભરમાં સારો સંદેશ જાય છે.
First published:

Tags: Cm devendra fadnavis, Devendra Fadnavis, Harpic, Mission Paani, Network 18, Niti Aayog