રાજસ્થાન પછી આંધ્ર પ્રદેશમાં પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, સીએમ નાયડુએ કરી જાહેરાત

આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે

News18 Gujarati
Updated: September 10, 2018, 4:55 PM IST
રાજસ્થાન પછી આંધ્ર પ્રદેશમાં પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, સીએમ નાયડુએ કરી જાહેરાત
રાજસ્થાન પછી આંધ્ર પ્રદેશમાં પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ
News18 Gujarati
Updated: September 10, 2018, 4:55 PM IST
રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઓછો કર્યા પછી હવે આંધ્ર પ્રદેશમાં પણ તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી.

આ પહેલા રાજસ્થાનમાં વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલમાં ચાર ટકા વેટ ઘટાડીને લોકોને રાહત આપી હતી. જેના કારણે તેલની કિંમતોમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

બીજી તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત્ છે. સોમવારે (10 સપ્ટેમ્બર) પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 23 પૈસા વધીને 80.73 લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં 22 પૈસા પ્રતિ વધીને 78.83 રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને 88.12 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 77.32 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.


Loading...આ પણ વાંચો - રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડી આપી રાહત, ગુજરાતમાં કેમ નહીં?

પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ પાછળ ગગડતો રૂપિયો અને કાચા તેલની કિંમતમાં થતો વધારો જવાબદાર છે. ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો જારી છે.
First published: September 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...