દિલ્હીની સરકારી હોસ્પિટલમાં VIP કલ્ચર ખતમ, નહીં મળે પ્રાઇવેટ રુમ

News18 Gujarati
Updated: September 11, 2019, 4:48 PM IST
દિલ્હીની સરકારી હોસ્પિટલમાં VIP કલ્ચર ખતમ, નહીં મળે પ્રાઇવેટ રુમ
દિલ્હીની સરકારી હોસ્પિટલમાં VIP કલ્ચર ખતમ, નહીં મળે પ્રાઇવેટ રુમ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદેશ કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં હવે પ્રાઇવેટ રુમ આપવામાં આવશે નહીં

  • Share this:
દિલ્હીની સરકારી હોસ્પિટલમાં(Government Hospital)માં હવે વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આદેશ કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં હવે પ્રાઇવેટ રુમ આપવામાં આવશે નહીં. જેથી હોસ્પિટલમાં હવે બધા દર્દીઓને એક સરખી સારવાર મળશે. આ આદેશ પછી સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ રુમ માટે મારામારી પણ ઓછી થશે. સાથે બધા લોકોને એક સરખી સુવિધા મળશે. દિલ્હી સરકારે હોસ્પિટલમાં 13,899 બેડ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. હાલ દિલ્હીમાં 11, 353 બેડ છે.

હોસ્પિટલમાં હશે આવી સુવિધાઓ, લાગશે એસી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે દિલ્હીની હોસ્પિટલમાં બધા લોકો માટે સુવિધાઓ વધારવામાં આવશે. બધી હોસ્પિટલોમાં એસી લગાવવામાં આવશે. જેમાં દિલ્હી સરકારની નાની હોસ્પિટલો પણ સામેલ હશે. હાલ મોટી હોસ્પિટલોને છોડી દેવામાં આવે તો બધી નાની હોસ્પિટલોમાં એસીની સુવિધા નથી. સરકારનું કહેવું છે કે આ સંબંધમાં કામ શરુ કરી દીધું છે.

આ પણ વાંચો - કચરો વીણતી મહિલાઓ પાસેથી PM મોદી શીખ્યા પૉલિથીનનું મૅનેજમેન્ટ

નવી હોસ્પિટલોનું થશે નિર્માણ
દિલ્હીમાં સ્વાસ્થ્ય સેવાઓને લઈને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મુખ્યમંત્રી કેજરીવાલને એક રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે નવી હોસ્પિટલોનું નિર્માણ પણ કરવામાં આવશે. જેના માટે કેબિનેટ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. ટેન્ડર પણ થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ખિચડીપુરના લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં એક નવો મધર એન્ડ ચાઇલ્ડ બ્લોક બનશે. જેમાં 460 બેડ હશે. આ સિવાય બુરાડી અને આંબેડકર નગરમાં બે હોસ્પિટલો બનીને તૈયાર થઈ ગઈ છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर