હૈદરાબાદ ઍન્કાઉન્ટર પછી CJI બોલ્યા- બદલાની ભાવનાથી કરેલો ન્યાય, ઇન્સાફ નથી

News18 Gujarati
Updated: December 7, 2019, 5:51 PM IST
હૈદરાબાદ ઍન્કાઉન્ટર પછી CJI બોલ્યા- બદલાની ભાવનાથી કરેલો ન્યાય, ઇન્સાફ નથી
હૈદરાબાદ ઍન્કાઉન્ટર પછી CJI બોલ્યા- બદલાની ભાવનાથી કરેલો ન્યાય, ઇન્સાફ નથી

હું નથી સમજતો કે ન્યાય ક્યારેય પણ ઉતાવળમાં કરવો જોઈએ - ચીફ જસ્ટિસ એસએ બોબડે

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડે (chief Juctice of India SA Bobde)એ મોટું નિવેદન કર્યું છે. હૈદરાબાદ ઍન્કાઉન્ટર (Hyderabad Encounter) પછી તેમનું આ નિવેદન ઘણું મહત્વનું બની જાય છે. સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે બદલાની ભાવનાથી કરેલો ન્યાય ક્યારેય ઇન્સાફ હોઈ શકે નહીં. ન્યાય બદલાના રુપમાં ના હોવો જોઈએ. મારું માનવું છે કે ન્યાય જેવો બદલો બનશે, તે પોતાનું સ્વરુપ છોડી દેશે.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં શુક્રવારે વહેલી સવારે એક ઍન્કાઉન્ટરમાં પોલીસે બળાત્કારના ચાર આરોપીઓને ઠાર કર્યા હતા. પોલીસનો દાવો છે કે જ્યારે આરોપીઓને લઈને ઘટનાસ્થળ પર રીક્રિએટ કરવા પહોંચ્યા તો તે સમયે આરોપીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે તેમને સરેન્ડર કરવા કહ્યું હતું પણ તેમણે આમ કરવાની ના પાડી હતી. આ પછી ગોળીબારીની ઘટનામાં ચારેય આરોપીના મોત થયા હતા.

જોધપુરમાં રાજસ્થાન હાઇકોર્ટની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહમાં જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે હું નથી સમજતો કે ન્યાય ક્યારેય પણ ઉતાવળમાં કરવો જોઈએ. હું સમજુ છું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું મુળ સ્વરુપ ગુમાવી દેશે. તેમણે કહ્યું હતું કે ન્યાયને ક્યારેય પણ બદલાનું રુપ ના લેવું જોઈએ.આ પણ વાંચો - હૈદરાબાદ ગેંગરેપ : આરોપીની પત્ની બોલી - જ્યાં પતિને માર્યો ત્યાં મને પણ મારી દો

સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે દેશમાં હાલની ઘટનાઓએ ફરી એક વખત જુની ચર્ચા ઉભી કરી છે. તેમાં કોઈ શંકા નથી કે અપરાધિક મામલાને નિપટવામાં લાગનારા સમયને લઈને અપરાધિક ન્યાય પ્રણાલીને પોતાની સ્થિતિ અને દ્રષ્ટીકોણ ઉપર પુર્નવિચાર કરવો જોઈએ. જોકે મને નથી લાગતું કે ન્યાય તરત થઈ શકે છે કે હોવો જોઈએ. ન્યાય ક્યારેય પણ બદલાનું સ્થાન લઈ શકે નહીં.

તમને જણાવી દઈએ કે એડવોકેટ જીએસ મણિ અને પ્રદીપ કુમાર યાદવે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ મામલામાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અરજીમાં કહેવાયું છે કે ઍન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ સામે એફઆઈઆર કરવી જોઈએ અને તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે કોર્ટ સોમવારે સુનાવણી કરશે.
First published: December 7, 2019, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading