Home /News /india /

જજોની નિમણુકમાં ચાલશે કોલેજિયમની સલાહ, સરકારની અપીલ ફગાવી

જજોની નિમણુકમાં ચાલશે કોલેજિયમની સલાહ, સરકારની અપીલ ફગાવી

જજોની નિમણુકમાં ચાલશે કોલેજિયમની સલાહ, સરકારની અપીલ ફગાવી

સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (એનજેએસી)મામલાની પુર્નવિચાર અરજી પર સુનવણી કરશે નહીં

    સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (એનજેએસી)મામલાની પુર્નવિચાર અરજી પર સુનવણી કરશે નહીં. સુપ્રીમ કોર્ટે એનજેએસી પર દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનો મત છે કે આનાથી ન્યાયિક સ્વતંત્રતા બાધિત થશે.

    સંવૈધાનિક પીઠે 2015માં 99માં સંવિધાન સંશોધન એક્ટ તરફથી લાવેલા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (એનજેએસી) એક્ટને ફગાવી દીધો છે. જો આ કાનૂન લાગુ થાત તો જજની નિમણુક માટે સામાજિક સંગઠનો અને નેતાઓનો હસ્તક્ષેપ અનિવાર્ય થઈ જાત.

    ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની બેન્ચે કહ્યું કે અરજીને લેટ થવાના આધાર પર ફગાવી દેવાઈ છે. અરજીમાં કશું ખાસ નથી. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે પુર્નવિચાર અરજી દાખલ કરવામાં 470 દિવસ મોડુ થયું છે. આ મુદ્દે કોઈ સંતોષજનક જવાબ પણ આપ્યો નથી. પુર્નવિચાર અરજી ફક્ત મોડુ થવાના આધાર પર ફગાવી શકાય છે.

    પાંચ જજોની બેન્ચમાં જસ્ટિસ મદન બી લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા. તેમણે કહ્યું હતું કે અમે ઘણા ધ્યાનથી દસ્તાવેજોની સમીક્ષા કરી છે પણ તેમાં ખાસ કશું મળ્યું નથી.

    આ પણ વાંચો - H-1B વિઝા પ્રોસેસમાં આવશે મોટા બદલાવ, આ લોકોને જ મળશે પ્રધાન્ય

    એનજેએસી અધિનિયમ 2014 જો લાગુ થઈ ગયો હોત તો જજોની નિમણુકમાં સરકારની ભૂમિકા મહત્વની બની જાત. આને જ્યૂડિશિયરીની આઝાદીમાં સરકારના હસ્તક્ષેપના રુપમાં જોવામાં આવે છે.

    શું છે કોલેજિયમ સિસ્ટમ

    1. જજોની નિમણુક, બદલી કરનાર ફોરમ.
    2. ફોરમમાં CJI અને સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ હોય છે સામેલ
    3. CJIની પસંદ પર ફક્ત રાષ્ટ્રપતિ જ મોહર લગાવે છે.

    કોલેજિયમ સિસ્ટમમાં સૌથી ખાસ વાત એ હોય છે કે જજોની નિમણુક ન્યાયપાલિકા સાથે જોડાયેલ લોકો જ કરે છે. ફક્ત ભારતમાં જ આવી વ્યવસ્થા છે જેમાં ન્યાયપાલિકા પોતે જ જજોની નિમણુક કરે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chief Justice Ranjan Gogoi, Collegium, Judges Appointments, NJAC Verdict, Supreme Court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन