Home /News /india /

કપિલ સિબ્બલે પરત ખેંચી લીધી CJI સામે મહાભિયોગ અરજી

કપિલ સિબ્બલે પરત ખેંચી લીધી CJI સામે મહાભિયોગ અરજી

  ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)દીપક મિશ્રા સામે મહાભિયોગ લાવનારા માટે સુપ્રીમ કોર્ટમાં નોંધાયેલી અરજી રદ થઇ ગઇ છે. પાંચ જજોની બેંચે આ નિર્ણય લીધો જે પછી કોંગ્રેસ નેતા અને સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે અરજી પરત લઇ લીધી છે.

  આ નોટિસ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ તરફથી આપવામાં આવી હતી જેમાં રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ફગાવી દીધી હતી.

  નોંધનીય છે કે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની અરજી ઉપ-રાષ્ટ્રપતિએ ફગાવી દેતા કોંગ્રેસે સોમવારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરની કોર્ટમાં કોંગ્રેસે આ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરે અરજીકર્તાને કહ્યું હતું કે આ અરજીની સુનાવણી કરવામાં આવશે કે નહીં તેનો નિર્ણય મંગળવારે સવારે કરવામાં આવશે. ચીફ જસ્ટિસ સામે તેમની નારાજગી સ્પષ્ટ છે ત્યારે આ કેસની સુનાવણી મહત્વની સાબિત થવાની હતી. જોકે, મંગળવારે સાંજે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમની વિરુદ્ધ કોંગ્રેસે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટના પાંચ જજનો બંધારણીય બેંચને સોંપી દીધી હતી.

  સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગની અરજી દાખલ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, 'જ્યારે અરજી ખુદ માસ્ટર ઓફ રોસ્ટર વિરુદ્ધ હોય ત્યારે તેઓ એ નક્કી નથી કરી શકતા કે આ અરજીની સુનાવણી કોણ અને કેવી રીતે કરશે. આ દેશનો કાયદો છે કે કોઈ પણ પોતાની જ ભૂલનો જજ ન હોઈ શકે.'

  ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય
  દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયા બાદ નારાજ થયેલા પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલે આ પગલાંને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા લેવામાં આવેલા ફેંસલા પર કહ્યું હતું કે, ‘ટેક્નિકલ બાજુ જાણવા માટે તેઓ વકીલો સાથે વાત કરી લેતા તો તેઓ આવો નિર્ણય ન લેતા. અમે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું. અમે ઇચ્છીએ છીએ કે આ અંગે સીજેઆઈ કોઈ સુનાવણી નહીં કરે. અમે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે તેને માન્ય રાખીશું.’

  દીપક મિશ્રા CJI પદ પર રહેશે તો તેમની કોર્ટમાં નહીં જાઉં: કપિલ સિબ્બલ
  મહાભિયોગ પ્રસ્તાવ બાબતે કોંગ્રેસના સીનિયર નેતા તેમજ એડ્વોકેટ કપિલ સિબ્બલે જાહેરાત કરી હતી કે જો જસ્ટિસ દીપક મિશ્રા તેમના પદ પરથી નહી હટે તો તેઓ ભવિષ્યમાં ક્યારેય તેમની કોર્ટમાં નહીં જાય.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Cji dipak misra, કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર