Home /News /india /

જજ લોયા કેસમાં સુનવણી માટે નવી બેન્ચ બનાવી શકે છે CJI દીપક મિશ્રા

જજ લોયા કેસમાં સુનવણી માટે નવી બેન્ચ બનાવી શકે છે CJI દીપક મિશ્રા

આ મામલાની સુનાવણી હવે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેચ નહીં કરે. એટલે કે CJI આ માટે નવી બેચનું ગઠન કરી શકે છે.

આ મામલાની સુનાવણી હવે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેચ નહીં કરે. એટલે કે CJI આ માટે નવી બેચનું ગઠન કરી શકે છે.

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મંગળવારે મોડી સાંજે એક આદેશ જાહેર કરવામાં આવ્યો જેમાં કહેવામાંઆવ્યું કે જસ્ટિસ B H લોયાની મોત સાથે જોડાયેલી અરજીને ઉચિત બેચની સામે મુકવામાં આવે. શું તેનો અર્થ છે કે જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેચ આગળની સુનવણી માટે ઉચિત બેચ નથી?

    કોર્ટનાં આ આદેશથી સંકેત મળી રહ્યો છે કે આ મામલાની સુનાવણી હવે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેચ નહીં કરે. એટલે કે CJI આ માટે નવી બેચનું ગઠન કરી શકે છે.

    સામાન્ય રીતે જ્યારે ઓર્ડરમાં એમ લખવામાં આવે કે, આ મામલાને ઉચિત બેચ સમે મુકવામાંઆવે ત્યારે કેસ પહેલાં મુખ્ય ન્યાયાધિશની બેચ સામે પ્રસ્તુત થાય. જે બાદ આ મામલો અન્ય બેચને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.આ ઓર્ડરનો અર્થ છે કે, જસ્ટિસ લોયાની મોતની તપાસની માંગણી કરનારી અરજીની સુનાવણી અન્ય કોઇ બેચ પાસે જઇ શકે છે.

    વર્ષ 2014માં થઇ હતી જસ્ટિસ લોયાની મોત
    જસ્ટિસ લોયાની મોત વર્ષ 2014માં કાર્ડિએક અરેસ્ટથી થઇ હતી. આ દરમિયાન તે રાજકિય રૂપથી સંવેદનશીલ સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યાં હતાં.

    સુપ્રીમ કોર્ટનાં ચાર જજોએ 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ લોયાની મોતનાં મામલે સવાલ કર્યો હતો. તે બાદ સમાચાર હતા કે આ કેસની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ અરૂણ મિશ્રા આ કેસને મુદ્દો બનાવવાથી નારાજ થયા છે. ચારેય જજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં CJI દીપક મિશ્રાની કાર્યશૈલી અને કેસની વહેંચણી પર અસંતોષ જાહેર કર્યો હતો.

    મંગળવારે આ મામલો જસ્ટિસ અૂણ મિશ્રાની બેચની સામેમુકવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ મિશ્રીની બેચે આ સુનાવણી આગામી અઠવાડિયે ટાળી દીધી હતી. આગામી તારીખ પણ અત્યાર સુધીમાં નક્કી કરવામાં આવી નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cji dipak misra

    આગામી સમાચાર