Home /News /india /

ભારતીય ન્યાયપાલિકા આખી દુનિયામાં સૌથી મજબૂત: ફેરવેલની સ્પીચમાં બોલ્યાં CJI દિપક મિશ્રા

ભારતીય ન્યાયપાલિકા આખી દુનિયામાં સૌથી મજબૂત: ફેરવેલની સ્પીચમાં બોલ્યાં CJI દિપક મિશ્રા

પોતાના ફેરવેલના પ્રસંગે ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે હું લોકોને તેમના ઇતિહાસ પરથી જજ નથી કરતો.

પોતાના ફેરવેલના પ્રસંગે ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે હું લોકોને તેમના ઇતિહાસ પરથી જજ નથી કરતો.

  ચીફ જસ્ટિસ દિપક મિશ્રા (Justice Dipak Misra) આજે નિવૃત્ત થઇ રહ્યાં છે. પોતાના ફેરવેલના પ્રસંગે ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે હું લોકોને તેમના ઇતિહાસ પરથી જજ નથી કરતો. હું એ પણ નથી કહી શકતો કે પોતાની વાત ન કહો જેથી હું કહી શકુ. હું તમારી વાત સાંભળીશ અને પોતાની રીતે તે રજૂ કરીશ. હું લોકોને તેમના ઇતિહાસથી નહીં પરંતુ તેમની ગતિવિધીઓ અને વિચારોથી જજ કરૂં છું. તેમણે કહ્યું કે સમતાની સાથે ન્યાય એટલે 'જસ્ટિસ વિધ ઇક્વિટી' ત્યારે સાર્થક થશે જ્યારે દેશના અંતરિયાળ વ્યક્તિને ન્યાય મળશે.

  ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે ન્યાયનો માનવીય ચહેરો અને માનવીય વેલ્યૂ હોવો જોઇએ. તેમણે કહ્યું કે ગરીબ માણસના અને અમીરના આસું તો સરખા જ હોય છે. તેમણે કહ્યું કે હું પણ યુવા પેઠીનો ભાગ છું. ન્યાયનો ચહેરો અને રીત માનવીય હોવી જોઇએ. ન્યાયના બંન્ને તરાજુમાં સંતુલન હોવું જોઇએ. ચીફ જસ્ટિસે કહ્યું કે આંસુ મોતી છે. હું તેને ઇન્સાફના પાલવથી ભેગા કરવા ઇચ્છું છું. તેમણે તે પણ કહ્યું કે જસ્ટિસ ગોગાઇ ન્યાયિક સ્વાયત્તા અને ગરિમાને આગળ વધારશે.

  ચીફ જસ્ટિસે કહ્યું કે ભારતીય ન્યાયપાલિકા આખી દુનિયામાં સૌથી મજબૂત છે. અહીંયા લોકોના અધિકારોને સુરક્ષિત રાખવામાં આવે છે. આ બધા જજોને કારણે જ સંભવ છે. તેમણે કહ્યું કે મેં ભારતીય ન્યાયપાલિકાનું સંબોધન બદલીને અમારી ન્યાયપાલિકા કરી દીધું છે.

  આ પહેલા ભાવી ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ નિવર્તમાન પ્રધાન ન્યાયાધીશ દિપક મિશ્રાના નિર્ણયો અંગે કહ્યું કે તેમનો નાગરિક સ્વતંત્રતામાં ઘણો યોગદાન છે. ન્યાયમૂર્તિ ગોગાઇએ કહ્યું કે ન્યાયમૂર્તિ મિશ્રા શ્રેષ્ઠ ન્યાયાધીશ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Chief Justice of India, Chief Justice of India Dipak Misra

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन