Home /News /india /

CJIએ કોલેજિયમની બોલાવી બેઠક, જસ્ટિસ જોસેફના નામ પર ફરી થશે વિચાર

CJIએ કોલેજિયમની બોલાવી બેઠક, જસ્ટિસ જોસેફના નામ પર ફરી થશે વિચાર

    સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજ જસ્ટિસ ચેલામેશ્વર દ્વારા પત્ર લખ્યા પછી સીજેઆઈ દીપક મિશ્રાએ શુક્રવારે કોલેજિયમની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આ કોલેજિયમમાં નિર્ણય લેવામાં આવ્યો કે ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે.એમ જોસેફનું નામ સુપ્રીમ કોર્ટના જજ માટે સરકાર પાસે ફરીથી મોકલવામાં આવે કે નહીં.

    કોલેજિયમની બેઠક શુક્રવારે બપોરે 1 કલાકે થવાની આશા છે. આ કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના પાંચ સૌથી સીનિયર જજ સામેલ થશે. કાનૂની વિશેષજ્ઞોનું કહેવું છે કે જો કોલેજીયમ ફરીથી સરકાર પાસે કે.એમ જોસેફનું નામ મોકલે છે તો સરકારે આ નામ સ્વિકારવું પડશે.

    નોંધનીય છે કે સરકારે 26 એપ્રિલના રોજ જસ્ટિસ કે.એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવા કોલેજીયમની ભલામણ પુનવિચાર માટે પરત કરી દીધી હતી. સરકારે ત્યારે કહ્યું હતું કે આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના સ્ટાન્ડર્ડને અનુરૂપ નથી અને સુપ્રીમ કોર્ટમાં કેરળનું જરૂરૂ પ્રતિનિધિત્વ છે, જ્યાંથી તે આવે છે. સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદોન્નિતી પર પણ સવાલ કર્યા હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CJI, Cji dipak misra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन