નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 125 વોટ, વિપક્ષમાં 105 વોટ પડ્યા

બિલ પાસ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી

બિલ પાસ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી

 • Share this:
  નવી દિલ્હી : લોકસભામાં પાસ થયા પછી નાગરિક સંશોધન વિધેયક (Citizenship Amendment Bill 2019)બુધવારે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. સાત કલાક ચર્ચા કર્યા પછી આ બિલ રાજ્યસભામાં પણ પાસ થયું છે. બિલના પક્ષમાં 125 વોટ જ્યારે વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. શિવસેનાએ વોટિંગમાં ભાગ લીધો ન હતો.

  આ પહેલા નાગરિકતા સંશોધન બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો વિપક્ષનો પ્રસ્તાવ રદ થયો હતો. વિપક્ષના પક્ષમાં 99 અને સરકારના પક્ષમાં 124 વોટ પડ્યા હતા.

  પીએમ મોદીએ કહ્યું - આ ઐતિહાસિક દિવસ
  બિલ પાસ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે આ આપણા દેશની દયા અને ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. એ વાતની પ્રશંસા છે કે બિલ રાજ્યસભામાં પાસ થયું છે અને હું વિધેયકના પક્ષમાં વોટ કરનાર સાંસદોનો આભારી છું. આ વિધેયક એ લોકોની પીડા દૂર કરશે જે વર્ષોથી પ્રતાડિત થઈ રહ્યા છે.

  ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કાલે જે નિવેદન આપ્યું હતું તે નિવેદન અને આજે સંસદમાં કૉંગ્રેસના નેતાઓએ આપેલ નિવેદન એક સરખા છે. આર્ટિકલ 370, એરસ્ટ્રાઇક, કાશ્મીર અને નાગરિકતા સંશોધન વિધેયક પર પાકિસ્તાનના નેતાઓ અને કૉંગ્રેસના નેતાઓના નિવેદન એક સરખા છે. કૉંગ્રેસના નેતાઓના નિવેદનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને યૂએનમાં કોટ કર્યા હતા.

  ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે જો દેશના ભાગલાં ના પડ્યા હોત તો આ બિલ ક્યારેય લાવવું પડ્યું ન હોત. ભાગલાં પછી જે સ્થિતિઓ ઉભી થઈ છે તેના કારણે આ બિલ આવ્યું છે. જો પહેલાની સરકારે આવું કર્યું હોત તો અમારે બિલ લાવવું પડ્યું ના હોત પણ નરેન્દ્ર મોદી સરકાર દેશને સુધારવા માટે આવી છે.

  અમિત શાહે કહ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી સરકાર જે બિલ લઈને આવી છે તેનાથી લોકો નિર્ભિક થઈને કહેશે કે હા અમે શરણાર્થી છીએ. હાલ ફક્ત ભારતની ભૂમિની સરહદ સાથે જોડાયેલ દેશો માટે આ બિલ લાવ્યા છીએ.

  બીજેપી સાંસદે વિનય સહસ્ત્રબુદ્ધેએ કહ્યું હતું કે મુસલમાન અમારાથી ડરતા નથી પણ તે અમને પ્રેમ કરે છે. મુસલમાન તમારી વોટબેન્કની રાજનીતિથી ડરે છે. અમે 370 રદ કરી તો મુસલમાનની કોઈ પ્રતિક્રિયા ન હતી. અમારાથી નહીં તમારાથી ડરે છે.

  કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પુછ્યું હતું કે જો બધા બિલના પક્ષમાં છે તો અસમમાં વિરોધ પ્રદર્શન કેમ થઈ રહ્યા છે. બસોને કેમ સળગાવવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ આ બિલમાં કેટલાક દેશ અને કેટલાક ધર્મોને જ કેમ રાખ્યા છે.

  આ પણ વાંચો - નાગરિકતા સંશોધન બિલને લઈને વિરોધ ઉગ્ર, અસમ-ત્રિપુરામાં સેના બોલાવી


  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમારી સરકાર બધા બિલ કાનૂન વિભાગ દ્વારા બધું જોઈને લાવવામાં આવે છે. મેં કાશ્મીરમાં એવા લોકોને જોયા છે. જે 1948થી કેમ્પોમાં રહે છે. તેમને વોટિંગનો અધિકાર નથી મળ્યો. તે પોતાના ઘર પણ બનાવી શક્યા નથી. તે લોકોએ કહ્યું હતું કે અમે ભૂલ કરી કે અમે તે સમયે કાશ્મીરી નેતાઓ પર વિશ્વાસ કર્યો અને અમે કાશ્મીરથી પંજાબ ગયા નહીં.
  Published by:Ashish Goyal
  First published: