અમિત શાહે કહ્યું - કૉંગ્રેસ અને PAK નેતાઓના નિવેદન એક જેવા, વાંચો ખાસ વાતો

News18 Gujarati
Updated: December 11, 2019, 10:04 PM IST
અમિત શાહે કહ્યું - કૉંગ્રેસ અને PAK નેતાઓના નિવેદન એક જેવા, વાંચો ખાસ વાતો
અમિત શાહે કહ્યું - કૉંગ્રેસ અને PAK નેતાઓના નિવેદન એક જેવા, વાંચો ખાસ વાતો

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 125 વોટ અને વિપક્ષમાં 105 વોટ પડ્યા

  • Share this:
નવી દિલ્હી : ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)બુધવારે રાજ્યસભા (Rajyasbha)ના પટલ પર નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) રાખ્યું હતું. નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થયું છે. બિલના પક્ષમાં 125 વોટ અને વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. આ બિલ પર ચર્ચા પછી ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપતા કહ્યું હતું કે કે જો દેશના ભાગલાં ના પડ્યા હોત તો આ બિલ ક્યારેય લાવવું પડ્યું ન હોત. ભાગલાં પછી જે સ્થિતિઓ ઉભી થઈ છે તેના કારણે આ બિલ આવ્યું છે. જો પહેલાની સરકારે આવું કર્યું હોત તો અમારે બિલ લાવવું પડ્યું ના હોત પણ નરેન્દ્ર મોદી સરકાર દેશને સુધારવા માટે આવી છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહેલી ખાસ વાતો.

- ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કાલે જે નિવેદન આપ્યું હતું તે નિવેદન અને આજે સંસદમાં કૉંગ્રેસના નેતાઓએ આપેલ નિવેદન એક સરખા છે. આર્ટિકલ 370, એરસ્ટ્રાઇક, કાશ્મીર અને નાગરિકતા સંશોધન વિધેયક પર પાકિસ્તાનના નેતાઓ અને કૉંગ્રેસના નેતાઓના નિવેદન એક સરખા છે. કૉંગ્રેસના નેતાઓના નિવેદનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને યૂએનમાં કોટ કર્યા હતા.

- ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી સરકાર જે બિલ લઈને આવી છે તેનાથી લોકો નિર્ભિક થઈને કહેશે કે હા અમે શરણાર્થી છીએ. હાલ ફક્ત ભારતની ભૂમિની સરહદ સાથે જોડાયેલ દેશો માટે આ બિલ લાવ્યા છીએ.

- ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે લિયાકત-નેહરુ સમજુતી થયા પછી આ સમજુતી ફાઇલોમાં રહી હતી. સમજુતી પ્રમાણે બંને પક્ષોએ સ્વિકૃતિ આપી હતી કે અલ્પસંખ્યક સમાજના લોકોને બહુસંખ્યકોની જેમ સમાનતા આપવામાં આવશે. તેમના વ્યવસાય, અભિવ્યક્તિ અને પૂજા કરવાની આઝાદી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ વાયદો અલ્પસંખ્યકો સાથે પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 125 વોટ, વિપક્ષમાં 105 વોટ પડ્યા

- અમિત શાહે કહ્યું હતું કે બે સાથી સંસદને ડરાવી રહ્યા છે કે સંસદના દાયરામાં સુપ્રીમ કોર્ટ આવી જશે. કોર્ટ ઓપન છે. કોઇ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકે છે. આપણે તેનાથી ડરવું ના જોઈએ. આપણું કામ પોતાના વિવેકથી કાનૂન બનાવવાનું છે. જે અમે કર્યું છે અને આ કાનૂન કોર્ટમાં પણ યોગ્ય સાબિત થશે.- અમિત શાહે કહ્યું હતું કે જે ઇસ્લામિક રાજ્ય છે ત્યાં ઇસ્લામના અનુયાયીઓને કોઇ ઉત્પીડન થવાની સંભાવના નથી. જેથી આ બિલમાં તેમને રાખવામાં આવ્યા નથી. જે ઉત્પીડન છે તેમને લાવવા અમારી વ્યાખ્યા છે.


- અમિત શાહે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ એક પ્રાર્થના સભામાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેલા હિન્દુ અને શીખ જો ત્યાં રહેવા માંગતા નથી તો તે ભારત આવે. ભારત સરકારનું પ્રથમ કર્તવ્ય છે કે તેમને સુરક્ષા અને અધિકાર આપવો.

- ગૃહ મંત્રી અમિત શાહે આનંદ શર્માના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે વિભાજન સાવરકરના સ્ટેટમેન્ટના કારણે નહીં પણ દેશ જાણે છે કે વિભાજન ઝીણાના કારણે થયું છે. હું પુછવા માંગીશ કે જો કોઈએ માંગણી કરી તો કૉંગ્રેસે તેનો સ્વિકાર કેમ કર્યો. ધર્મના આધારે વિભાજન કૉંગ્રેસે આપ્યું છે.

- ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે બંગાળની અંદર પૂજા વિસર્જન માટે હાઇકોર્ટની પરમિશન લેવી પડે છે. હાઇકોર્ટે બંગાળ પ્રશાસનને આ માટે ઓર્ડર કરે છે. પુરી દુનિયા જાણે છે કે ભારત લોકતાંત્રિક દેશ છે. અહીં બંને સદન યોગ્ય પ્રકારે ચાલે છે.
First published: December 11, 2019, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading