CAB Protest: આસમમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ, બેના મોત

News18 Gujarati
Updated: December 12, 2019, 8:38 PM IST
CAB Protest: આસમમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ, બેના મોત
તસવીર - REUTERS/Anuwar Hazarika

પ્રદર્શનકારીઓએ બીજેપીના ધારાસભ્ય વિનોદ હઝારિકાના ઘરમાં આગ લગાડી દીધી

  • Share this:
ગુવાહાટી : નાગરિકતા સંશોધન વિધેયક સામે આસમમાં ચાલી રહેલા પ્રદર્શન ગુરુવારે પણ હિંસક બની રહ્યા હતા. ગુવાહાટી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપમાં 2 લોકોના મોત થયા છે. આ સિવાય ગંભીર રુપથી ઇજાગ્રસ્ત બે પ્રદર્શનકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આસામ પછી મેઘાલયની રાજધાની શિલાંગમાં પણ પ્રદર્શન પછી ઇન્ટરનેટ પર 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા પ્રદર્શનકારીઓએ બીજેપીના ધારાસભ્ય વિનોદ હઝારિકાના ઘરમાં આગ લગાડી દીધી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના રાજ્યના ચબુઆની છે. CAB 2019નો વિરોધ કરી રહેલા લોકોએ ગાડીઓમાં પણ આગ લગાડી દીધી હતી.

નાગરિકતા સંશોધન વિધેયક (Citizen Amedment Bill)ને સંસદને મંજૂરી મળતા જ આસમમાં પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે. ગુરુવારે ગુવાહાટીમાં પ્રદર્શનકારીઓએ એક રેલવે સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો. ઘણા સ્થળો પર આગ લગાડવાની અને તોડફોડની ઘટના સામે આવી છે. જેના કારણે ગુવાહાટી જનારી બધી ટ્રેનો અને ફ્લાઇટ્સ શુક્રવાર સુધી કેન્સલ કરી દીધી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલે પોતાના ત્રણ દિવસીય ભારત પ્રવાસ રદ કરી દીધો છે.

આ પણ વાંચો - આસમના લોકોને પીએમ મોદીની અપીલ, કહ્યું - તમે તમારા સેવક મોદી પર વિશ્વાસ રાખો

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે આસમના ઘણા શહેરોમાં સેના ગોઠવી દેવામાં આવી છે. નાગરિકતા વિધેયકને લઈને વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટેમાં પ્રથમ અરજી દાખલ કરવામાં આવી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ આ બિલ સામે અરજી કરી છે.
First published: December 12, 2019, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading