ચિન્મયાનંદે ગુનો કબુલ્યો, કહ્યું - માલિસ માટે વિદ્યાર્થિનીને બોલાવી હતી, શરમ અનુભવું છું

શુક્રવારે એસઆઈટીની પુછપરછમાં ચિન્મયાનંદે માન્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે

News18 Gujarati
Updated: September 20, 2019, 4:46 PM IST
ચિન્મયાનંદે ગુનો કબુલ્યો, કહ્યું - માલિસ માટે વિદ્યાર્થિનીને બોલાવી હતી, શરમ અનુભવું છું
ચિન્મયાનંદે ગુનો કબુલ્યો, કહ્યું - માલિસ માટે વિદ્યાર્થિનીને બોલાવી હતી, શરમ અનુભવું છું
News18 Gujarati
Updated: September 20, 2019, 4:46 PM IST
લો છાત્રા સાથે બળાત્કાર અને યૌન શોષણ (Law Studemnt Rape Case) મામલામાં આરોપી પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી ચિન્મયાનંદે (Chinmayanand) પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. શુક્રવારે એસઆઈટી (SIT) ની પુછપરછમાં ચિન્મયાનંદે માન્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે. તેમણે જ માલિસ માટે છાત્રાને પોતાના રુમમાં બોલાવી હતી. આ દરમિયાન ચિન્મયાનંદે કહ્યું કે તે પોતાના કરેલા કામ માટે શરમ અનુભવે છે અને મારાથી મોટી ભૂલ થઈ છે. ચિન્મયાનંદ મામલા પર એસઆઈટીએ એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference)કરી આ વાતની જાણકારી કરી હતી.

મામલાની તપાસ કરી રહેલા એસઆઈટીએ પીડિત છાત્રાના બે કઝિન ભાઈ અને તેના એક મિત્રની પણ ધરપકડ કરી છે. આ ત્રણેય પર ચિન્મયાનંદનો વીડિયો વાયરલ કરવાની ધમકી દઈને પાંચ કરોડ રુપિયા માંગવાનો આરોપ છે. એસઆઈટીની પુછપરછ દરમિયાન આરોપીએ કહ્યું હતું કે તેમણે ચિન્મયાનંદના વીડિયોના બદલે પાંચ કરોડ રુપિયાની માંગણી કરી હતી.

આ પણ વાંચો - UNHRCમાં ભારતની મોટી જીત, કાશ્મીર મુદ્દે પાક.ને બીજા દેશોનો સાથ ન મળ્યો

આ પહેલા પોલીસે ચિન્મયાનંદ સામે કરેલા કેસમાં રેપની કલમ જોડી હતી. શુક્રવારે સવારે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની તેમના આશ્રમમાંથી ધરપકડ કરી હતી. આ પછી ચિન્મયાનંદનો મેડિકલ ટેસ્ટ કરાવીને એસઆઈટીએ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.

શું છે ઘટના
શાહજહાંપુરની એસ. એસ. લો કોલેજથી એલ.એલ.એમ.નો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીએ 24 ઑગસ્ટે ફેસબુક પર એક વીડિયો વાયરલ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પર યૌન શોષણનો ગંભીર આરોપ મૂક્યો હતો. ત્યારબાદ અચાનક તે ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અપહરણનો કેસ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે 30 ઑગસ્ટે રાજસ્થાનના અલવરથી પીડિતા અને તેના મિત્રને શોધી કાઢ્યા હતા. આ મામલામાં સુપ્રીમ કોર્ટે એસ.આઈ.ટી. રચવાનો આદેશ આપ્યો છે. સોમવારે પીડિતાનું 164 હેઠળ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
First published: September 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...