ચેન્નઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત થઈ હતી. મહાબલીપુરમમાં પીએમ મોદી પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ જિનપિંગને મહાબલીપુરમ વિશે જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મહાબલીપુરમના શોર મંદિરમાં આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. જિનપિંગના સન્માનમાં જે શોર મંદિરમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે તેને યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળેલું છે.
મહાબલીપુરમના શોર મંદિરમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને જિનપિંગ પંચ રથ પણ ગયા હતા.
#WATCH Mahabalipuram: Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping attend a cultural program at the Shore Temple, a UNESCO World Heritage site. #TamilNadupic.twitter.com/ZTj5r7WDSl
બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત છે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.