જાસૂસીના આરોપસર દિલ્હીમાંથી ચીની નાગરિકની ધરપકડ, Aadhaar કાર્ડ જપ્ત

News18 Gujarati
Updated: September 21, 2018, 10:48 AM IST
જાસૂસીના આરોપસર દિલ્હીમાંથી ચીની નાગરિકની ધરપકડ, Aadhaar કાર્ડ જપ્ત
પ્રતિકાત્મક તસવીર

ધરપકડ કરવામાં આવેલા પેંગે એક ભારતીય યુવતી સાથે લગ્ન કરી લીધા છે, અને મણીપુરમાંથી ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જાસૂસીના આરોપસર એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. ચીનના નાગરિકની ઓળખ ચાર્લી પેંગ (39) તરીકે કરવામાં આવી છે. નવી દિલ્હીના મંજુ કા ટિલ્લા વિસ્તારમાંથી 13મી સપ્ટેમ્બરના રોજ પેંગની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

ધરપકડ કરવામાં આવેલા પેંગ પાસેથી ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ પણ મળી આવ્યું છે. પેંગ પાસેથી પોલીસે રૂ. 3.5 લાખની રોકડ પણ જપ્ત કરી છે. ભારતીય ચલણ ઉપરાંત પેંગ પાસેથી બે હજાર અમેરિકન ડોલર તેમજ થાઇલેન્ડની કરન્સી પણ મળી આવી છે.

પોલીસે ગુરુગ્રામ ખાતે આવેલા એક મકાનમાંથી પેંગની માલિકી એક એસયુવી કાર અને સંખ્યાબંધ શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ગુરુગ્રામના આ ઘર ખાતેથી તે પોતાની ઓફિસ ચલાવતો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા પ્રમાણે પેંગ વિદેશી ચલણનો બિઝનેસ કરતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મિસ્ટર પેંગ પાંચ વર્ષ પહેલા ભારતમાં આવ્યો હતો. આ દરમિયાન તે ઉત્તર-પશ્ચિમી રાજ્ય અને હિમાચલ પ્રદેશની અનેક વખત મુલાકાત લઈ ચુક્યો છે. એટલું જ નહીં પેંગે એક ભારતીય યુવતી સાથે લગ્ન કરી લીધા છે, તેમજ મણીપુરમાંથી તેણે ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો છે.
First published: September 21, 2018, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading