ડોકલામ વિવાદ બાદ ચીન તિબેટમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ લોન્ચર તહેનાત કરશે,ભારતની ચિંતા વધી

 • Share this:
  દિલ્હીઃ ભારત સાથે સંકળાયેલા તિબેટમાં ચીન ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ લોન્ચરને તહેનાત કરશે. ચીનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોકેટ લોન્ચર અત્યારસુધીનાં પરંપરાગત હથિયારોની સરખામણીમાં વધુ શક્તિશાળી સાબિત થશે.

  ભારત અને ચીન બન્ને દેશો ભારતની સીમા સાથે સંકળાયેલા તિબેટના ભાગોને લઈ ખૂબ સંવેદનશીલ છે. થોડા મહિનાઓ અગાઉ ડોકલામવિવાદને લઈ બંને દેશો સીમા પર સામેસામે આવી ગયા હતા અને ઘણી દિવસો સુધી તણાવ જોવા મળ્યો હતો.

  ચીન દ્વારા બનાવાયેલા આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રોકેટથી પહાડી વિસ્તારોમાં કેટલાય કિલોમીટર દૂરથી જ દુશ્મનને નિશાન બનાવી શકાય છે. તિબેટમાં ચીન દ્વારા કબજો કરાયેલા વિસ્તાર ભારતની સીમા સંકળાયેલો છે. આ આખો પહાડી વિસ્તાર છે અને દુર્ગમ સ્થળ છે. ડોકલામવિવાદ પછી ચીન દ્વારા સીમા પર આવા હથિયાર વિકસિત કરવાનો નિર્ણય ભારત માટે ચિંતાનો વિષય છે.

  ચીની મીડિયાનાં સૂત્રોથી વધુમાં  જાણવા મળ્યું છે પીપલ્સ લિબરેશન આર્મી હેઠળ, એક સંશોધન કેન્દ્રની ફેલો હાન જૂનીના આગેવાની હેઠળ આ ઇલેક્ટ્રોનિક રોકેટ લોન્ચરને વિકસાવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જૂની મા વેમિંગ નામના એક શિક્ષણવિદથી એની પ્રેરણા લેવામાં આવી છે. તેમને ચાઇનીઝ ઇલેક્ટ્રોમેગ્નેટિકના જનક પણ માનવામાં આવે છે.

  તિબેટમાં ચીનના  ઇલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ લોન્ચર તહેનાત કરવાના આયોજન સામે હવે ભારત આનો જવાબ કેવી રીતે આપે છે અને એની પ્રતિક્રિયા શું આપે છે એ બહુ મહત્ત્વનું છે.
  Published by:Sanjay Joshi
  First published: