ભાજપ નબળી પડી રહી છે, ભારતમાં જલદી ચૂંટણી આવી શકે છેઃ ચીનનું અનુમાન

 • Share this:
  ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા દિવસે દિવસે ઘટી રહી છે. આ પૃથક્કરણમાં એવો અંદાજ પણ મળ્યો છે કે ભારતની સામાન્ય ચૂંટણી સમયની પહેલા થઈ
  શકે છે.

  ચીનની સમાચાર એજન્સી દ્વારા આ લેખ રવિવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આમાં મોબ લિંચિંગની ઘટનાએ સત્તાધારી પક્ષની લોકપ્રિયતા ઓછી થવાનું કારણ બતાવ્યું છે. આ સિવાય આર્થિક નીતિઓ જેવી કે નોંધબંધી અને જીએસટી નિષ્ફળ રહેવાનું પણ એક કારણ માનવામાં આવે છે.

  શિન્હુઆના પૃથક્કરણમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક વીતેલા દિવસના અંતે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, એટલે સામાન્ય ચૂંટણી સમયની પહેલાં થઈ શકે છે. તાજેતરમાં મોટાં રાજ્યોમાં લોકસભાની પેટા-ચૂંટણીમાં હારના કારણને પણ પાર્ટીની લોકપ્રિયતાના ઘટાડા તરીકે જોવામાં આવે છે.

  ચીનની સરકારી સમાચાર એજન્સીના પૃથક્કરણમાં લોકનીતિ અને સીએસડીએસના સર્વેની પણ ચર્ચા કરવામાં આવી છે. આ સર્વેમાં એવું જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ખૂબ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે

  પેટા-ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હારનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે દેશના મતદારોને હવે આ પાર્ટીથી દૂર ભાગી રહ્યા છે. હવે એવું કહેવાય છે કે આ પક્ષને આગામી દિવસોમાં એન્ટી-ઇન્કબેન્સી ફેક્ટરનો સામનો કરવો પડશે.

  એક અંગ્રેજી મેગેઝિનમાં આવેલા અહેવાલમાં એવું જણાવાયું હતું કે ભાજપ 2019માં દલિત અને ઓબીસી મતદારોને કારણે એની લોકપ્રિયતા ઓછી થવાને લઈ ચિંતાતુર છે છતાં બીજિંગમાં હાલમાં ભારતીય રાજનીતિના વિશ્લેષકોને લાગે છે કે વડાપ્રધાન મોદી સતત બીજી વખત પણ સત્તામાં આવશે, પણ કેટલાક લોકોનું માનવું છે કે હવે પછીના સમયમાં મોદી પહેલાં કરતાં નબળી સ્થિતિમાં પાછા ફરશે.
  Published by:Sanjay Joshi
  First published: