ચૂંટણી પંચે રાજસ્થાન સહિત છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ અને મધ્ય પ્રદેશમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા અજમેર રેલીમાં રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ખેડુતોને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમણે આચાર સંહિતા લાગુ થવાના થોડા સમય પહેલા કરી દીધી હતી. કારણ કે આચાર સંહિતા લાગુ થયા પછી સરકાર આવી જાહેરાત કરી શકે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે રાજ્યના ખેડુતોને એક ગાળા સુધી મફત વિજળી મળે, જેથી તેમને આવકમાં વધારો થાય. તેમણે કહ્યું હતું કે હું આ વાતની જાહેરાત કરું છું કે ગ્રામીણ ક્ષેત્રોના સામાન્ય શ્રેણીના કનેક્શનવાળા બધા ખેડુતોને એક નિશ્ચિત ગાળા સુધી મફત વિજળી આપવાની યોજનાની શુક્રવારથી શરૂઆત કરી દેવામાં આવી છે.
ચૂંટણીની જાહેરાતના થોડા સમય પહેલા સીએમ વસુંધરાની આ જાહેરાત પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે બીજેપી ચૂંટણી પંચથી મોટી થઈ ગઈ છે, જે ચૂંટણીની જાહેરાત પહેલા ખેડુતો માટે આવી જાહેરાત કરવામાં આવી?
બીજેપીના ગૌરવ યાત્રાની પૂર્ણાહુતિ પર સીએમ વસુંધરાએ એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં બીજેપીએ મહિલાઓ અને ખેડુતો માટે કામ કર્યા છે. રાજ્યમાં વિજળી પર સરકારે ઘણું કામ કર્યું છે.જ્યાં વિજળી મળતી ન હતી ત્યાં હવે 20-20 કલાક વિજળી મળે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર