પી. ચિદમ્બરમે કહ્યું, મોદી સરકારને કાશ્મીર નીતિ બદલવાની જરૂર

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 7, 2018, 12:40 PM IST
પી. ચિદમ્બરમે કહ્યું, મોદી સરકારને કાશ્મીર નીતિ બદલવાની જરૂર
પૂર્વ નાણામંત્રી

  • Share this:
p-chidambaramયુપીએ સરકારમાં નાણાં મંત્રી રહી ચુકેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી.ચિદંબરમે જમ્મૂ કાશ્મીરના મામલે મોદી સરકાર પર સવાલો કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે ધડાધડ એક પછી એક 9 ટ્વિટ કરી ટ્વિટર પર કહ્યું કે સમયાંતરે અમે એ યાદ અપાવી રહ્યાં છીએ કે આ જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથે જોડાયેલ મુદ્દો છે. ચિંદમ્બરે કહ્યું કે કાશ્મીરમાં કઠોર સૈન્ય કાર્યવાહી પછી પણ સ્થિતિ સુધરી નથી.

જમ્મુ-કાશ્મીરમાં વધતી આતંકી વારદાતાઓને લઇ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે ધડાધડ એક પછી એક 9 ટ્વિટ કરી ટ્વિટર પર કહ્યું કે સમય-સમય પર અમે એ યાદ અપાવી રહ્યાં છીએ કે આ વાત જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે તેનું છેલ્લું ‘રિમાઇન્ડર’ 30 અને 31 ડિસેમ્બરની રાત્રે જ સામે આવ્યું હતું, જ્યારે આતંકીઓએ સીઆરપીએફના ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો, જેમાં 5 જવાનો મૃત્યુ પામ્યા અને 3 ઘાયલ થયા. બીજીબાજુ કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે સૈનિક અને પોલીસકર્મી લગભગ રોજ શહીદ થઇ રહ્યાં છે. શું સરકાર સ્પષ્ટતા આપશે? અને કહેશે કે આ બધું કયારે પૂરું થશે?

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર રાજકીય ઘમાસણ શોધવા માટે સક્રિય રીતે કામ કરવાની જરૂર છે. ચિદમ્બરમે કહ્યું કે આ મુદ્દાને ઉકેલવાના પ્રયાસો માટે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહને હંમેશા યાદ કરાશે. ચિદમ્બરમે કહ્યું કે જે લોકોને લાગે છે કે સરકારની કઠોર અને મિલિટ્રી અપ્રોચને એક તક આપવી જોઇએ, તેમણે એક વખત તથ્યો પર ધ્યાન આપવાની જરૂર છે. ત્યારબાદ પોતાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે.

જીવીએલનું ટ્વિટ

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કાશ્મીર પર ચિદમ્બરમના વિચારોને આપત્તિ જણાવીને કહ્યું છે કે આપણી સેના ઉત્તમ કામ કરી રહી છે. તેમનું સમર્થ કરો ના કે પાકિસ્તાનના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારો. બીજેપી પ્રવક્તાએ સવાલ કર્યો કે શું ક્યારેય કોંગ્રેસ નેતાઓએ આપણા સૈનિકોને મારનાર પાકિસ્તાનની આલોચના કરી છે? તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પર હુમલો કરવાની જગ્યાએ કોંગ્રેસ નેતા પાકિસ્તાનની સાથે ડિનર કરવો.
First published: January 7, 2018, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading