ચિદમ્બરમને ફરી ફટકો, 30 ઓગસ્ટ સુધી CBIની કસ્ટડીમાં

News18 Gujarati
Updated: August 26, 2019, 6:00 PM IST
ચિદમ્બરમને ફરી ફટકો, 30 ઓગસ્ટ સુધી CBIની કસ્ટડીમાં
પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના કબજામાં છે

પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના કબજામાં છે

  • Share this:
પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના કબજામાં છે. આ મામલામાં ચિદમ્બરમને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી ફટકો પડ્યા પછી દિલ્હીની એક કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી ચાર દિવસ માટે વધારી દીધી છે. જેથી તે 30 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. 30 ઓગસ્ટે ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

સીબીઆઇ કોર્ટમાં સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચિદમ્બરમનો પક્ષ રાખ્યો હતો. ચિદમ્બરમના પત્ની નલિની અને પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર હતા. સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રાખી હતી.

આ પણ વાંચો - ટ્રમ્પ સામે મોદીએ કહ્યું - ભારત-પાકના બધા મુદ્દા દ્વિપક્ષીય, કોઈ બીજાને કષ્ટ નહીં આપીએ

આ પહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આગોતરા જામીન રદ કરવાના ચુકાદાની વિરુદ્ધ દાખલ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત પી. ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ કસ્ટડીની વિરુદ્ધ દાખલ અરજી ઉપર પર પણ સુનાવણી નહીં થાય, કારણ કે આ મામલો હજુ સુધી લિસ્ટ નથી થઈ શક્યો.

સૉલિસિટર કહ્યુ- આ મની લોન્ડ્રિંગનો મોટો મામલો

ઈડી તરફથી રજૂ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અરજીકર્તા અને તેમની પાર્ટીના સહયોગીઓએ ઘણો હોબાળો કર્યો અને રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો. પરંતુ હું ઘણી જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ મની લોન્ડ્રિંગનો ઘણો મોટો મામલો છે.
First published: August 26, 2019, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading