છત્તીસગઢ: 5 વર્ષની બાળકીની દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

આરોપી રામા સોના દુર્ગના ખુરશીપર વિસ્તારમાં રહે છે અને આજ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની મૂંગી અને બહેરી બાળકી પર તેણે ફેબ્રુઆરી 2015ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી

આરોપી રામા સોના દુર્ગના ખુરશીપર વિસ્તારમાં રહે છે અને આજ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની મૂંગી અને બહેરી બાળકી પર તેણે ફેબ્રુઆરી 2015ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી

  • Share this:
    છત્તીસગઢ રાજ્યમાં એક 24 વર્ષના વ્યક્તિને પાંચ વર્ષની મૂંગી અને બહેરી બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા સંળવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, છત્તીસગઢમાં આવેલા દુર્ગ જિલ્લાની અદાલતે 24 વર્ષના રામ સોના નામના વ્યક્તિને બાળકીના દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવી તેને ફાંસીની સજા સંભળાવી છે.

    આ કેસની વિગત એવી છે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો) કોર્ટના સ્પેશિયલ ન્યાયાધીશ શુભ્રા પંચોરીએ આ કેસમાં ચુકાદો આપ્યો હતો તેમાં આરોપી રામા સોનાને દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી હતી. બાળકી બહેરી અને મૂંગી હતી અને 2015માં આરોપીએ આ નિર્દોષ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. અદાલતે આરોપીની માતા કુંતિ સોના (ઉંમર વર્ષ 42) અને તેના મિત્ર અમ્રિત સિંઘ (ઉંમર વર્ષ 23)ની પુરાવા છુપાવા બદલ પાંચ વર્ષની સજા ફટકારી હતી.

    આરોપી રામા સોના દુર્ગના ખુરશીપર વિસ્તારમાં રહે છે અને આજ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની મૂંગી અને બહેરી બાળકી પર તેણે ફેબ્રુઆરી 2015ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. આ જધન્ય કૃત્ય પછી, આરોપીની માતા અને આરોપીની મિત્રએ બાળકીની ડેડબોડીને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. પોલીસની તપાસમાં આરોપીની માતાએ આ ગૂનો કબુલી લીધો હતો અને આ પછી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. દુર્ગ જિલ્લા અદાલતમાં આ પહેલો કેસ છે જેમાં દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય.
    Published by:Ashish Goyal
    First published: