Home /News /india /

ACમાંથી નીકળ્યો ઝેરી ગેસ, પરિવારનાં ત્રણ લોકોનાં મોત

ACમાંથી નીકળ્યો ઝેરી ગેસ, પરિવારનાં ત્રણ લોકોનાં મોત

પ્રતિકાત્મક તસવીર

પોલીસે જ્યારે આવીને ઘરમાં જોયું તો તેમને ત્રણ મૃતદેહ મળ્યાં.

    ઘરમાં એર કંડીશનનો ઉપયોગ કરવો એક પરિવાર માટે કાળ બની ગયો છે. એસીમાંથી નીકળેલા ઝેરી ગેસથી પરિવારના ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. આમાં આઠ વર્ષનો બાળક પણ શામેલ છે. કારણોની તપાસ ચાલી રહી છે. ઘટના તમિલનાડુના ચેન્નાઇની છે. પોલીસે મંગળવારે જણાવ્યું કે આ ઘરમાં 35 વર્ષનો એક વ્યક્તિ, તેમની પત્ની અને છોકરોકોયમબેદૂના તિરૂવલ્લૂવર નગરમાં રહેતા હતાં.

    મંગળવારે જ્યારે પરિવારે ઘરની બહાર પડેલા સમાચારપત્રો અને દૂધની થેલીઓ મોડે સુધી ન લીધી ત્યારે પડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો. તો પણ બારણું ખોલ્યું ન હતું. જેના કારણે પડોશીઓને શક ગયો હતો. તેમણે પોલીસને જાણ કરી. પોલીસે જ્યારે આવીને ઘરમાં જોયું તો તેમને ત્રણ મૃતદેહ મળ્યાં.

    પોલીસના જણાવ્યાં પ્રમાણે પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દંપતીએ સોમવારે રાતે તેમના વિસ્તારમાં વીજળી ગુલ થતાં ઇન્વર્ટર ચાલુ કર્યું હતું. તેમણે કહ્યું કે વિસ્તારમાં વીજળી અડધી રાતે આવી ગઇ હતી. પરંતુ ખરાબ એસીમાંથી રિસી ગેસની ચપેટમાં આવવાથી દંપતી અને બાળકોની મોત થઇ ગઇ હતી.

    પોલીસે સીપીસીની સેક્શન 174 અંતર્ગત પૂછપરછ કરવા અને આત્મહત્યા પર રિપોર્ટ કરવા માટે એક એફઆઈઆર નોંધાવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ માટે કિલ્પૌક મેડિકલ કોલેજ મોકલી દીધા છે. હાલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: AC, Gas leak, Tamilnadu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन