અભિનેત્રીએ પત્રકાર દ્વારા જાતિય શોષણની કથની કહેતો વીડિયો FB પર મૂક્યો

News18 Gujarati
Updated: September 29, 2018, 12:26 PM IST
અભિનેત્રીએ પત્રકાર દ્વારા જાતિય શોષણની કથની કહેતો વીડિયો FB પર મૂક્યો
પ્રતિકાત્મક તસવીર

ચેન્નાઇ સ્થિત અભિનેત્રીનો આઠ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
ચેન્નાઇઃ તામિલનાડુમાં એક 42 વર્ષીય અભિનેત્રીએ એક પત્રકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કથિત રીતે જાતિય સત્તામણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ફેસબુક લાઇવ કર્યું હતું. અભિનેત્રીએ આક્ષેપ લગાવ્યો છે કે આ પત્રકાર છેલ્લા ઘણા સમયથી તેણીનું જાતિય શોષણ કરી રહ્યો છે.

અભિનેત્રીનો આઠ મિનિટનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણીએ તેની સાથે શું બન્યું હતું તેનું વર્ણન કર્યું છે. ચેન્નાઇ ખાતે રહેતી અભિનેત્રીએ વીડિયોમાં રડતી આંખે જણાવ્યું કે, "આ બધુ હોંગકોંગ ખાતે તેના પતિનું મોત થયું ત્યાર બાદ ચાલુ થયું હતું. પ્રકાસ એમ સ્વામીએ મને નિશાન બનાવી હતી. મદદ કરવાના ઢોંગ સાથે તેણે આ બધું ચાલુ કર્યું હતું. તેણે મારી બાજુમાં બેસીને મારી છેડતી કરી હતી. એ સમયે મેં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો."

"વાત આટલેથી અટકી ન હતી. તેણે ફોન અને ઇન્ટરનેટના માધ્યમથી મારી સત્તામણી ચાલુ જ રાખી હતી. તેણે બાદમાં વોટ્સએપ પર મને બીભત્સ સંદેશ મોકલવાનું શરૂ કર્યું હતું. તે મને બદનામ કરવાની ચીમકી આપી રહ્યો હતો. તેણે એવી સ્ટોરી પણ ઉભી કરી હતી કે મેં મારા પતિની હત્યા કરાવી નાખી છે. હકીકતમાં મારા પતિનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હતું. તેણે મારા વિશે સ્થાનિક સામયિકોમાં ખોટી સ્ટોરી પણ છપાવી હતી."

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, "સ્વામીએ અનેક મહિલાઓની છેડતી કરી છે. તે હંમેશા લોકોને તેના નેતાઓ અને મંત્રીઓ સાથેના ફોટોગ્રાફ્સ બતાવતો હોય છે. જેનાથી લોકો એવું માનવા પ્રેરાય છે કે તે કંઈ પણ કરી શકે છે. તેને સજા મળવી જોઈએ."

સ્વામી ઘણા સમય સુધી અમેરિકામાં પણ રહ્યો હતો. પત્રકારે અભિનેત્રી તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે. જોકે, તેણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેણે અભિનેત્રીને પાસપોર્ટના કેસમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીએ જણાવ્યું કે, "હું ક્યારેય તેણીના ઘરે ગયો નથી. મેં તેનું શારીરિક શોષણ પણ નથી કર્યું. જો મેં આવું કંઈ કર્યું હોય તો તેણી આટલો સમય સુધી ચૂપ કેમ રહી?"
First published: September 29, 2018, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading