છત્તીસગઢના મુખ્યમંત્રીની પુત્રી અસ્મિતા સિંહ પણ જોડાશે રાજકારણમાં?

News18 Gujarati
Updated: May 8, 2018, 1:54 PM IST
છત્તીસગઢના મુખ્યમંત્રીની પુત્રી અસ્મિતા સિંહ પણ જોડાશે રાજકારણમાં?
છતીશગઢના મુખ્યમંત્રી રમન સિંહની પુત્રી અસ્મિતા સિંહ

  • Share this:
છતીસગઢમાં મહારાણા પ્રતાપ જયંતીના બહાને રાજપુત સમાજ પણ રાયપુરમાં એક મોટું શક્તિ પ્રદર્શન કરશે, ખાસ વાત એ છે કે આ કાર્યક્રમની બાગડોળ સંભાળનારા મુખ્યમંત્રી ડો. રમણ સિંહની પુત્રી અસ્મિતા સિંહ પણ જોડાશે, ચૂંટણીવર્ષમાં સમાજના કાર્યક્રમમાં સક્રિયતાથી અનેક અટકળો વહેતી થઇ છે. જો કે સીએમની પુત્રી અસ્મિતા સિંહ આ વાતને રાજકારણમાં પ્રવેશની વાતને નકારતી આવે છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોઇના કોઇ સમાજના લોકો પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યાં છે. આગામી 9 મેના રોજ મહારાણા પ્રતાપ જયંતીના બહાને રાજપુત સમાજ પણ એક ભવ્ય આયોજન કરી રાયપુરમાં શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યો છે. રાજપુત સમાજનું કહેવું છે કે મહારાણા પ્રતાપે રાજપુત જ નહીં પરંતુ દરેક વર્ગના લોકો માટે કામ કર્યું છે.મહારાણા પ્રતાપ દરેક વર્ગના

રાજપૂત નિશ્વાર્થ સેવા સંઘની અધ્યક્ષ ડો ઇલા કલચુરીનું કહેવું છે કે આ આયોજનના બહાને અમે દરેક વર્ગ સુધી વાચ પહોંચાડવા ઇચ્છીએ છીએ કે અમે દલિત, આદિવાસી, ઓબીસી સવર્ણ વર્ગની સાથે છીએ અને તમામે સંગઠિત થવાની જરૂર છે.

આ આયોજનની મોટી વાત એ છે કે રાજપુત સમાજની અધ્યક્ષા ઇલા કલચુરીજે મુખ્યમંત્રી ડો રમણ સિંહની બહેનની સાથે ડો રમણ સિંહની પુત્રી અસ્મિતા સિંહે પણ પ્રમુખ રીતે પ્રેસ કોન્ફ્રન્સની કમાન સંભાળી હતી. સાથે જ 9 મેના રોજ યોજાનારી જયંતીના આયોજનમાં પણ તેઓ સક્રિય પ્રમુખ પદાધિકારી છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાણા પ્રતાપ જયંતીના બહાને અસ્મિતા સિંહનું પણ રાજતિલક કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જો કે અસ્મિતાનું કહેવું છે કે તેણે ચૂંટણી અંગે હજુ કઇ વિચાર્યું નથી, પરંતુ સમાજના હિતમાં જેટલું બની શકે તે કરી રહી છે.

પરિવારની સક્રિયતાથી અનેક તર્કવિતર્ક

ઉલ્લેખનીય છે કે છતીસગઢના મુખ્યમંત્રી ડો રમણ સિંહ રાજપુત સમાજના જ છે, જાણકારોનું કહેવું છે કે આ આયોજનમાં ડો રમણસિંહના પરિવારના લોકોની સક્રિયતાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મહારાણા પ્રતાપ કેવળ કોઇ એક જાતીના નહીં પરંતુ તમામ લોકોના છે તેવા સંદેશ સાથે સત્તામાં પરત ફરવાના પ્રયાસો થઇ રહ્યાં છે તેમ લાગી રહ્યું છે.
First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading