Home /News /india /

કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો ચાટવાળો, IT રેડમાં થયો ખુલાસો

કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો ચાટવાળો, IT રેડમાં થયો ખુલાસો

કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો ચાટવાળો, IT રેડમાં થયો ખુલાસો

ચાટવાળાની અઘોષિત સંપત્તિ સામે આવ્યા બાદ હવે તેણે આશરે 52 લાખ રૂપિયાનો ઇનકમ ટેક્સ ચુકવવો પડશે

    નવી દિલ્હી: પતિયાલાનો એક ચાટવાળો પર ઇનકમ ટેક્સે છાપો માર્યો હતો. તો તેમણે બિલકુલ અંદાજો નહીં થાય તો 1.2 કરોડની બીનસત્તાવાર સંપત્તિનો માલિક નીકળ્યો હતો. જી હાં, પતિયાલાના પ્રખ્યાત ચાટવાળા પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ મારી તો તે અઘોષિત કરોડપતિ નીકળ્યો.

    બુધવારે ઇનકમ ટેક્સનાં અધિકારીઓએ પટિયાલાનાં પ્રખ્યાત ચાવાળાને ત્યાં છાપો માર્યો હતો. અધિકારીઓને શંકા હતી કારણ કરે તે છેલ્લા બે વર્ષથી તેનું ઇન્કમ ટેક્સ ફાઇલ કરતો ન હતો. ITવિભાગ દ્વારા તેની સંપત્તિ પર સર્વે થયો ત્યારે તેની બીનસત્તાવાર સંપત્તિ સામે આવી. ચાટવાળાની અઘોષિત સંપત્તિ સામે આવ્યા બાદ હવે તેણે આશરે 52 લાખ રૂપિયાનો ઇનકમ ટેક્સ ચુકવવો પડશે.

    ITની આ તપાસમાં માલૂમ થયુ કે ચાટની દુકાનનો આ માલિક રિઅલ એસ્ટેટમાં પણ ખુબ પૈસો લાગવતો હતો. આ ચાટવાલાની એક પટિયાલામાં સરહિંદ રોડ પર બુકિંગ ઓફિસ પણ છે. જ્યાં તે લગ્ન અને અન્ય અવસર પર ઓર્ડર લે છે.

    ચાટવાલાએ બે પાર્ટી હોલ બનાવ્યા હતાં જ્યાં થનારા સમારંભમાં ચાટ સર્વ કરવાનાં તે અઢીથી ત્રણ લાખ રૂપિયા લેતો હતો. માનવામાં આવે છે કે, તેનાં વેચાણ અને ખર્ચાનો સંપૂર્ણ હિસાબ નથી. તેથી તેની સંપત્તિ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે.

    ઇનકમ ટેક્સે સૂત્રોને જણાવ્યું કે, પટિયાલામાં એવી અનેક ખાણી પીણીની દુકાન છે જેમાં માલિક સારો એવો બિઝનેસ કરી રહ્યો છે પણ આ માલિકો તેમનાં ભાગનો ઇન્કમટેક્સ ભરતા નથી. આ ખાણીપીણીની દુકાનો ઇનકમ ટેક્સની નજરમાં ચઢેલી છે અને તેનાં વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Chaatwala, Chandigarh, More than one crore rupee, Patiyala, આયકર વિભાગ, પંજાબ, રેડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन