હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં CBSE ટોપર રહેલી યુવતી સાથે કથિત રીતે પાંચ લોકોએ ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. જાણકારી પ્રમાણે ઘટના મહેન્દ્રગઢ જિલ્લાની કનિનાની છે. આરોપ છે કે, આ પાંચ લોકોએ બુધવારે પહેલા યુવતીનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કરી બસ સ્ટેન્ડ પર છોડીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. યુવતીના જણાવ્યા પ્રમાણે આ બધા આરોપીઓ એક જ ગામના રહેવાસી છે.
આરોપી એક કારમાં આવ્યા હતા. તે યુવતીને કારમાં લઇ વેરાન જગ્યા પર ગયા હતા. જ્યાં નશાયુક્ત પદાર્થ પીવડાવીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. રેવાડી સ્થિત મહિલા પોલીસ સ્ટેશનના એક અધિકારી પ્રમાણે યુવતીની ફરિયાદના આધારે ફરિયાદ નોંધી છે.
અત્યારે યુવતી એક કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે તે કોચિંગ માટે જઇ રહી હતી. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ તેની ફરિયાદ લેવા માટે ગણું મોડું કરી રહી હતી. ફરિયાદ નોંધાવવા માટે અનેકવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા.
સીબીએસઇ ટોપર રહી છે પીડિતા
પીડિતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, પીડિતા સીબીએસઇના એક વર્ષમાં હરિયાણાની રીઝનમાં ટોપર રહી ચૂકી છે. તેને રાષ્ટ્રપિત પુરસ્કાર પણ મળી ચુક્યો છે. પીડિતા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર