Home /News /india /

કોંગ્રેસે લોકશાહી બચાવી એટલે ‘ચા’વાળો PM બની શક્યો: મલ્લિકાર્જૂન ખડગે

કોંગ્રેસે લોકશાહી બચાવી એટલે ‘ચા’વાળો PM બની શક્યો: મલ્લિકાર્જૂન ખડગે

    કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર કોંગ્રેસના ઇન્ચાર્જ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, કોંગ્રેસે લોકશાહી બચાવી એટલે એક ચા વેચવાવાળો વડાપ્રધાન બની શક્યો. વડાપ્રધાન દરેક વખતે બોલ્યા કરે છે કે, કોંગ્રેસે દેશ માટે છેલ્લા 70 વર્ષમાં શું કર્યુ ? કોંગ્રેસે લોકશાહી બચાવી એટલે આજે ચા વાળો પણ વડાપ્રધાન બની શક્યો”.

    ખડગેએ એવી કેટલીયે યોજનાઓ ગણાવી કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અમલીકરણ કરવામાં નિષ્ફળ ગઇ હોય. મલ્લુકાર્જૂક ખડગેએ જણાવ્યુ કે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ચારિત્ર્ય પર સતત કાદળ ઉછાળવામાં આવે છે. ભાજપનો પ્લાન છે. પણ કોંગ્રેસ એક પરિવાર છે અને અમે તેના સભ્યો છીએ”

    ખડગેએ મોદીને કટોકટી વિશેની તેમની ટિપ્પણી વિશે જણાવ્યુ કે, 43 વર્ષ પહેલાની કટોકટી વિશે વાત કરે છે પણ તેમના શાસનમાં છેલ્લા વર્ષમાં અઘોષિત કટોકટી છે એનું શું ? ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેતીવાડીની યોજનાઓ નિષ્ફળ જઇ રહી છે. ખેડૂતોને નવી લોન મળતી નથી અને વેપાર ઘટી રહ્યો છે. બીજી બાજુ, સરકારી જાહેરાતો પર ખર્ચ વધી રહ્યો છે. મોદીને સત્તા પરથી હટાવીશુ પછી જ લોકોના સારા દિવસો આવશે”

    કર્ણાટકના નેતા મલ્લિકાર્જૂન ખડગેને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમણે મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યનું અવલોકન કર્યુ હતુ અને કાર્યકરોને જણાવ્યુ હતુ કે, અંદરોઅંદરના મતભેદો ભૂલી એક થઇને ભાજપ સામે લડવા હાકલ કરી હતી. ખડગે સાથેની મિટીંગમાં હાજર એક નેતાએ જણાવ્યુ કે, ભાજપ સામે કોંગ્રેસ મહાગઠબંધન કરવા માગે છે. આ માટે તેઓ સામ્યવાદી પક્ષોને તેમા જોડાવવા માટે વિનંતી કરશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: INC, પીએમ મોદી, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन