Chandrayaan-2: લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો હવે અશક્ય, ચંદ્ર પર થશે રાત

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે લગભગ 1 સપ્તાહ પસાર થયા પછી પણ સંપર્ક થઈ શક્યો નથી

News18 Gujarati
Updated: September 18, 2019, 11:23 PM IST
Chandrayaan-2: લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો હવે અશક્ય, ચંદ્ર પર થશે રાત
Chandrayaan-2:લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો હવે અશક્ય, ચંદ્ર પર થશે રાત
News18 Gujarati
Updated: September 18, 2019, 11:23 PM IST
ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના લેન્ડર વિક્રમ (Vikram)સાથે લગભગ 1 સપ્તાહ પસાર થયા પછી પણ સંપર્ક થઈ શક્યો નથી. હવે ચાંદના દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિક્રમ છે ત્યાં રાત થવાની છે. આ કારણે જો થોડા કલાકોમાં વિક્રમ સાથે સંપર્ક નહીં થાય તો આ ભારત અને ઇસરો(ISRO)માટે ઘણી નિરાશા ભરી વાત ગણાશે. આ પછી વિક્રમ સાથે સંપર્ક તો શું તેની કોઈ તસવીર પણ સામે આવશે નહીં. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું હતું પણ લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિમી દૂર પોતાનો રસ્તો ભટકી ગયું હતું.

વિક્રમ લેન્ડર વર્તમાનમાં જે સ્થાન ઉપર છે ત્યાં 14 દિવસ સુધી સુરજની રોશની પડશે નહીં. સુરજની રોશની ના પડવાના કારણે તે સ્થાને તાપમાન પણ ઘણું ઓછું થઈ જશે. આવા સમયે લેન્ડરના પાર્ટ સલામત રહેવા ઘણા મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો - રેલવે કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, મળશે 78 દિવસનું બોનસ

વિક્રમ લેન્ડર 7 સપ્ટેમ્બરે રાત્રે 1.50 કલાકે ચાંદના સાઉથ પોલ પર પહોંચ્યા પછી સંપર્ક તુટી ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ચંદ્ર ઉપર સુરજની રોશની પડવાનું શરુ થયું હતું. તમને જણાવી દઈએ કે ચાંદ ઉપર એક દિવસ સુરજની રોશનીવાળો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. આ કારણે 7 તારીખ પછીથી 14 દિવસ ગણતા 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર ઉપર કાળી રાત થઈ જશે. ચંદ્રના હિસાબથી ત્યાં અંધારું થવામાં હવે ફક્ત 3 કલાક બચ્યા છે. ચંદ્ર ઉપર સાંજ થઈ ગઈ છે. 20-21 તારીખે ત્યાં રાત થઈ જશે.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...