કાશ્મીર પર અફવા ફેલાવનાર પર કાર્યવાહી, 8 ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ

News18 Gujarati
Updated: August 12, 2019, 7:23 PM IST
કાશ્મીર પર અફવા ફેલાવનાર પર કાર્યવાહી, 8 ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ
કાશ્મીર પર અફવા ફેલાવનાર પર કાર્યવાહી, 8 ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ

જમ્મુ કાશ્મીરમાં થોડા સમય પહેલા જ આર્ટિકલ 370 હટાવ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર સરકારનું વધારે ધ્યાન છે

  • Share this:
ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિશે ભ્રામક જાણકારી આપનાર અને અફવા ફેલાવનાર કેટલાક ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરવાની ભલામણ કરી છે. જાણકારી પ્રમાણે તેમાં કુલ 8 લોકોના એકાઉન્ટ સામેલ છે.

જે એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરી છે તેમના નામ @kashmir787-Voice of Kashmir, @Red4Kashmir-MadihaShakil Khan, @arsched-Arshad Sharif, @mscully94-Mary Scully, @sageelaniii-Syed Ali Geelani, @sadaf2k19, @RiazKha61370907 અને RiazKha723 છે.

આ પણ વાંચો - પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર પ્લેન તહેનાત કર્યા, સરહદે તણાવ વધ્યો

જમ્મુ કાશ્મીરમાં થોડા સમય પહેલા જ આર્ટિકલ 370 હટાવ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર સરકારનું વધારે ધ્યાન છે. કારણ કે એવી વાતો ના ફેલાય જેના કારણે ઘાટીની શાંતિમાં વિધ્ન આવે. ખુફિયા વિભાગે એલર્ટ આપ્યું છે કે કેટલાક આતંકી જુથ જમ્મુ કાશ્મીરમાં કોઈ મોટા હુમલાની તૈયારીમાં છે. આવા સમયે કોઈ પણ અફવા શાંતિ ભંગ કરી શકે છે.

આઈબીએ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ અને આઈએસઆઈ સમર્થિત આતંકવાદી બકરી ઈદના સમયે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...