Home /News /india /

કેન્દ્ર સરકારે WhatsAppને ફૅક મેસેજ ફરતા બંધ કરવા આપી વોર્નિંગ

કેન્દ્ર સરકારે WhatsAppને ફૅક મેસેજ ફરતા બંધ કરવા આપી વોર્નિંગ

કેન્દ્ર સરકારે વોટ્સએપને આ મામલે તાત્કાલિક પગલા લેવાનો આદેશ કર્યો છે

    ખોટા મેસેજ ફરતા થયા બાદ ટોળાએ માર મારીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આવા મેસેજ ફરતા અટકાવવા માટે વોટ્સએપને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે. ભારતમાં વોટ્સએપના 200 મિલિયન યુઝર્સ છે. ભારત જ નહીં વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. સતત ખોટા સમાચાર અને ફેક વીડિયોઝના ફેલાવાને કારણે ફેસબુક માટે આ એપ્લિકેશન માથાનો દુઃખાવો બની ગઈ છે. ફેસબુક આમ પણ પ્રાઇવસી ઈશ્યૂના કેસનો સામનો કરી રહી છે. વોટ્સએપની માલિકી ફેસબુકની છે.

    તાજેતરમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ ફરતી હોવાના મેસેજ વોટ્સએપ પર ખૂબ વાયરલ થયા હતા. આ મેસેજને કારણે અનેક જગ્યાએ નિર્દોષ લોકોએ ટોળાના રોષનો શિકાર બનવું પડ્યું હતું. મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ ટોળાએ બાળકોની ચોરી કરતી ગેંગ સમજીને પાંચ લોકોની હત્યા કરી નાખી હતી.

    આઈટી મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમે વોટ્સએપના સીનિયર મેનેજમેન્ટ સમક્ષ આવા મેસેજના ફેલાવા અંગે અસંમતિ વ્યક્ત કરી છે, સાથે તેમને એવી સલાહ પણ આપી છે કે આવા મેસેજને ફરતા રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે."

    મંત્રાલયે જણાવ્યું હતું કે આવું કૃત્ય કરનાર લોકો સામે યોગ્ય એજન્સી કાર્યવાહી કરી રહી છે પરંતુ જે રીતે સતત ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે તેનાથી અમે ચિંતિત છીએ. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુઝર્સ જ્યારે સેવાનો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે મેસેજિંગ પ્લેટફોર્મ પોતાની ફરજ અને જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારે આ અંગે વોટ્સએપને તાત્કાલિક પગલાં લેવાનું કહ્યું છે. જોકે, ફેસબુક અને વોટ્સએપ તરફથી સરકારની આવી વિનંતી અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Messages, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन