અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા શિયા વક્ફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રીઝવીએ અનોખું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'રાતે મારા સપનામાં ભગવાન રામ આવ્યાં હતાં અને રડી રહ્યાં હતાં.'
શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવી સતત અયોધ્યામાં રામ મંદિર બનાવવાની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે તે પણ કહ્યુ હતું કે, 'ભારતના કટ્ટરવાદી મુસ્લિમો પાકિસ્તાનના ધ્વજને ઈસ્લામનો ધ્વજ બતાવીને તેની સાથે પ્રેમ કરવાને પોતાની ફરજ સમજે છે. આ કટ્ટરવાદી મુસ્લિમોએ શ્રીરામ જન્મભૂમિ પર પોતાનો પંજો જમાવી રાખ્યો છે.' અયોધ્યા ભગવાન શ્રીરામનુ જન્મસ્થળ છે.
તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, 'પાકિસ્તાન પાસેથી પૈસા લઈને લો બોર્ડ કોંગ્રેસની મદદથી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં ઉલઝાવી રહ્યુ છે. દરેક કામનો ફિક્સ રેટ લગાવવામાં આવે છે.
હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર જલ્દી ફેંસલો લેવાનો સમય આવી ગયો છે. હવે આ મામલામાં ખુદ ભગવાન રામ પણ ઉદાસ હશે. આ પહેલા રીઝવીએ રામ મંદિર નિર્માણ માટે 10000 રૂપિયાનો ફાળો પણ આપ્યો હતો.
શિયા વક્ફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રીઝવી
તેમણે એ પણ કહ્યું કે, 'મંદિર ન બનવાથી ભગવાન રામ ઘણાં નિરાશ છે. એટલે અયોધ્યા મામલાનો હવે નિર્ણય થઇ જવો જોઇએ.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર