રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન (Pakistan) સાથે હવે ફક્ત પીઓકે (POK)મુદ્દા પર જ વાત થશે. પટના (Patna)માં આયોજીત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા રક્ષા મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન કેટલા આતંકવાદી ઉત્પન કરે છે. જે પણ આતંકી ભારત આવશે તે પાછો પાકિસ્તાન જઈ શકશે નહીં. રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે 1965 અને 1971ને ફરીથી કરવા પર પાકિસ્તાન POK તો ગુમાવશે. આ પછી તેની સ્થિતિ વધારે ખરાબ થશે. જો પાકિસ્તાને આમ કર્યું તો તેને બર્બાદ થવાથી કોઈ રોકી શકશે નહીં.
રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પહેલા આતંકવાદ સમાપ્ત કરો પછી વાત કરો પણ હવે વાતચીત ફક્ત POK ઉપર જ થશે. પાકિસ્તાન આતંકીઓને ફ્રીડમ ફાઇટર ગણાવે છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે કૉંગ્રેસે સદનની અંદર કેવા-કેવા સવાલ કર્યા હતા. 5 વર્ષ પછી જમ્મુ કાશ્મીર સ્વર્ગના રુપમાં દુનિયામાં ઓળખાશે. 370ના કારણે દિવ્યાંગો માટે પણ કાનૂન લાગુ પડતા ન હતા.
રાજનાથ સિંહે કહ્યું હતું કે અફસોસ એ વાતનો છે કે કૉંગ્રેસ આજે પણ અમારા નિર્ણય ઉપર સવાલ ઉભી કરી રહી છે. કૉંગ્રેસ દ્વારા 371ને લઈને પણ નોર્થ ઇસ્ટના લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસે ભાજપાને સાંપ્રદાયિક પાર્ટી કહી પણ અમે ક્યારેય જાતિ અને ધર્મની રાજનીતિ કરી નથી.
રાજનાથ સિંહે કહ્યું હતું કે સપના બધા જોવે છે પણ બંધ આંખોથી તેમના સપના પુરા થતા નથી. ભાજપાના લોકો આંખો ખોલીને સપના જોવે છે અને પુરા પણ કરે છે. બીજેપી કોઈ કામ પોતાના ફાયદા માટે કરતી નથી પણ દેશના ફાયદા માટે કરે છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર