ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં આવશે, હવે મળશે Z Plus સુરક્ષા

News18 Gujarati
Updated: November 8, 2019, 5:19 PM IST
ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં આવશે, હવે મળશે Z Plus સુરક્ષા
ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં આવશે, હવે મળશે Z Plus સુરક્ષા

કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી ,રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે (Central Government) સોનિયા ગાંધી (Sonia gandhi), રાહુલ ગાંધી (Rahul gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka gandhi)ની એસપીજી સુરક્ષા (SPG Security)હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે ગાંધી પરિવારની સુરક્ષામાં કોઈ પ્રકારની સમજુતી કરવામાં આવશે નહીં. ગાંધી પરિવારને હજુ પણ ઝેડ પ્લેસ (Z Plus)સુરક્ષા આપવામાં આવશે.

સરકારી સૂત્રોના મતે કેન્દ્ર સરકારે બધી એજન્સીઓ તરફથી થ્રેડ ઇનપુટનું આકલન કરીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra Modi)સિવાય કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે ખતરાનું આકલન કર્યા પછી નોધ્યું કે ગાંધી પરિવારને કોઈપણ પ્રકારનો સીધો ખતરો નથી. રાજીવ ગાંધીની 1991માં હત્યા પછી નિર્ણય કરવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રધાનમંત્રીઓને પણ એસપીજી સુરક્ષા આપવામાં આવશે. જોકે પૂર્વ પ્રધાનમંત્રીઓને સુરક્ષાની સમય-સમય સમીક્ષા કરવામાં આવે છે અને જરુરત પ્રમાણે તેની ઘટાડવામાં આવે છે. આ વર્ષે ઑગસ્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો - કરતારપુર કૉરિડોર પર પાક. ફરી પલટી ગયું, દરેક શ્રદ્ધાળુ પાસેથી ઉઘરાવશે 20 ડોલર

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાને લઈને ડી રાજાએ કહ્યું હતું કે સરકાર આવતી-જતી રહે છે પણ લોકતંત્ર જીવિત રહેવું જોઈએ. ગૃહ મંત્રાલયે નિર્ણય લેતા સમયે તેના નફા-નુકસાનનું ધ્યાન રાખવું જોઈએ. બીજેપી સત્તામાં આવ્યા પછી દરેક સંવૈધાનિક સંસ્થા અને વ્યવસ્થાને ઓછી કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેના કારણે બીજેપીની રાજનીતિક ઇચ્છા સ્પષ્ટ થઈ રહી છે.

ભારતમાં પ્રધાનમંત્રી અને ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા મળેલ છે. આ સુરક્ષા સૌથા ઉંચા સ્તરની છે. જેમાં રહેલા કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયાર અને ટેકનોલોજી સજ્જ હોય છે. એસપીજી સુરક્ષા પછી ઝેડ પ્લસ ભારતની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading