Home /News /india /લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે થવાના કોઈ ચાન્સ નથીઃ EC

લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે થવાના કોઈ ચાન્સ નથીઃ EC

લોકસભા- વિધાનસભાની ચુંટણી એકસાથે થવાના કોઈ ચાન્સ નથી - ચુંટણી પંચ

મુખ્ય ચુંટણી કમિશનર ઓપી રાવતે કહ્યં હતું કે બંને ચુંટણી એકસાથે કરાવવા માટે કાનુની સ્ટ્રક્ચર સ્થાપિત કરવાની જરૂર

    ચુંટણી પંચે લોકસભા ચુંટણીની સાથે-સાથે રાજ્ય વિધાનસભાની ચુંટણી યોજવાનો ઇન્કાર કરી દીધો છે. મુખ્ય ચુંટણી કમિશનર ઓપી રાવતે કહ્યં હતું કે બંને ચુંટણી એકસાથે કરાવવા માટે કાનુની સ્ટ્રક્ચર સ્થાપિત કરવાની જરૂર છે. હાલના દિવસોમાં એવી અટકળો હતી કે આ વર્ષે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં નિર્ધારિત વિધાનસભાની ચુંટણી ટાળીને તેને મે-જૂનમાં લોકસભા ચુંટણી સાથે કરાવવામાં આવી શકે છે.

    ઓપી રાવતની આ ટિપ્પણી ભાજપા અધ્યક્ષ અમિત શાહના એ નિવેદનના પૃષ્ટભુમિમાં છે જેમાં તેમણે બંને ચુંટણી એકસાથે કરાવવા માટે બધા પક્ષો વચ્ચે સ્વસ્થ અને ખુલ્લી ચર્ચાનું આહવાન કર્યું હતું.

    ઓપી રાવતે કહ્યું હતું કે સાંસદોને કાયદો બનાવવા માટે ઓછામાં ઓછું એક વર્ષ લાગશે. આ પ્રક્રિયામાં સમય લાગે છે. સંવિધાનમાં સંશોધન માટે વિધેયક તૈયાર થશે ત્યારે અમે (ચુંટણી પંચ) સમજી જઈશું કે વસ્તુઓ હવે આગળ વધી રહી છે.

    મુખ્ય ચુંટણી કમિશનરે કહ્યું હતું કે લોકસભા ચુંટણીની તૈયારી મતદાનના નક્કી કરેલા સમયસીમા કરતા 14 મહિના પહેલા કરી દેશે. પંચ પાસે ફક્ત 400 કર્મચારી છે પણ 1.11 રોડ લોકોને ચુંટણી ડ્યુટી પર નિમણુક કરે છે.

    ઇવીએમની નિષ્ફળતાની ફરિયાદ સાથે જોડાયેલ એક સવાલ પર રાવતે કહ્યું હતું કે ભારતના ઘણા ભાગોમાં ઇવીએમની પ્રણાલી વિશે સમજણ નથી. નિષ્ફળતાનો દર 05થી 0.6 ટકા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections, CEC, Op rawat, લોકસભા

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन