ભારતીય વાયુસેનાની આક્રમક કાર્યવાહીથી પાકિસ્તાન હતપ્રભ છે. એક તરફ પીએમ ઇમરાન ખાનની ઇમરજન્સી બેઠક પછી સેના અને વિદેશ મંત્રી તરફથી ગીધડધમકી આપવામાં આવી છે. બીજી તરફ એલઓસી પર પાકિસ્તાનની સેનાએ ગોળીબારી શરુ કરી દીધી છે. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર મંગળવારે સાંજે નૌશેરા, રાજોરી અને અખનુર સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. આ સિવાય પાકિસ્તાની સેનાએ મેંઢર અને પુંછ જિલ્લાની કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પણ ગોળીબારી કરી છે. ભારતીય સેના પાકિસ્તાની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સ્થળો ઉપર હવાઇ હુમલા કર્યા છે. આ હવાઇ હુમલા જૈશ એ મોહમ્મદના સ્થળો ઉપર કર્યા છે, જેમાં 300 જેટલા આતંકવાદી માર્યા ગયાની સુચના છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી પરવેઝ ખટકનું એક નિવેદન ઘણું ચર્ચામાં રહ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે પાકિસ્તાનના સુરક્ષા દળો જવાબ આપવા તૈયાર હતા પણ અંધારું હોવાના કારણે તેઓ આમ કરી શક્યા ન હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર