CBIના કાર્યકારી ચીફ નાગેશ્વર રાવ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: October 26, 2018, 12:40 PM IST
CBIના કાર્યકારી ચીફ નાગેશ્વર રાવ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
સીબીઆઈ ચીફ આલોક વર્મા (ફાઇલ તસવીર)

કોર્ટે એવું પણ કહ્યું હતું કે અલોક વર્માની જગ્યાએ હંગામી ધોરણે નિમણૂક પામેલા એમ નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે.

  • Share this:
નવી દિલ્હીઃ સીબીઆઈ ચીફના પદેથી ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા બાદ અલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે ત્રણ જજોની બંધારણીય બેંચે સરકારને અલોક વર્મા પર લાગેલા આરોપની તપાસ બે અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાનો આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું હતું કે અલોક વર્માની જગ્યાએ હંગામી ધોરણે નિમણૂક પામેલા એમ નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે. બીજી તરફ સીબીઆઈના ડેપ્યુટી ચીફ રાકેશ અસ્થાના પણ ફરજિયાત રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, નાગેશ્વર રાવ સંસ્થાના વહિવટી વડા તરીકે કામ કરશે. એટલું જ નહીં ઇન્ચાર્જ બનાવાયા બાદ તેમણે લીધેલા તમામ નિર્ણયો અંગે કોર્ટને જાણ કરવામાં આવે. આ કેસમાં વધુ સુનાવણી દિવાળી પછી 12મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

કોર્ટના આદેશ પ્રમાણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન નિવૃત જસ્ટિસ એ.કે. પટનાઇટના માર્ગદર્શન હેઠળ આલોક વર્મા સામે તપાસ ચાલુ રાખશે.

નોંધનીય છે કે સીબીઆઈના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું જાણ્યા બાદ સરકારે મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક સીબીઆઈના ચીફ અલોગ કુમાર તેમજ ડેપ્યુટી ચીફ રાકેશ અસ્થાનાને ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા. અલોક કુમારની જગ્યાએ 1986ના બેંચના આઈપીએસ તેમજ જોઇન્ટ ડિરેક્ટર એમ નાગેશ્વરને સીબીઆઈના ઇન્ચાર્જ બનાવી દેવાયા હતા. આ નિમણૂક સામે અલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, તેમજ તેના પર સ્ટે આપવાની માંગણી કરી છે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એમ જોસેફની ખંડપીઠ વર્માની અરજી પર સુનાવણી  કરી હતી. એક બિન-સરકારી સંગઠન 'કોમન કોઝ' તરફથી પણ ગુરુવારે અરજી કરીને તપાસ એજન્સીના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સહિત અન્ય અધિકારીઓ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમનું ગઠન કરીને તપાસની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ CBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટસીબીઆઈની ડિરેક્ટર વર્માએ પોતાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી સાથે કહ્યું છે કે, એજન્સીના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટરને રજા પર મોકલવાની સાથે સાથે સંવેદનશીલ બાબતોની તપાસ કરી રહેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

વર્માના ઘર બહારથી આઈબીના ચાર લોકોની ધરપકડ

ગુરુવારે સીબીઆઈ ચીફ અલોક વર્માના ઘરની બહાર જાસૂસીના આરોપમાં આઈબીના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
First published: October 26, 2018, 8:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading