CBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટ

News18 Gujarati
Updated: October 25, 2018, 12:28 PM IST
CBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટ
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

"સીબીઆઈના અધિકારીઓને રજા પર મોકલી દેવા પાછળ શું કારણ છે? મોદી સરકાર શું છૂપાવી રહી છે? "

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સકંજામાં લેતા તેમના દ્વારા જ વર્ષ 2013માં કરવામાં આવેલા એક ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં મોદીએ તત્કાલિન યુપીએ સરકાર પર ઇન્ટેલિજન્સ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે હાલની એનડીએ સરકારે સીબીઆઈના વર્તમાન ચીફ અલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવાતા દેશની સર્વોચ્ચો તપાસ સંસ્થા સામે જ અનેક આંગણીઓ ચીંધવામાં આવી રહી છે.

આ અંગે ટ્વવિટ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર સામે એવો સવાલ ઉઠાવ્યો છે કે શું રાફેલ ડીલ સંદર્ભે તો સીબીઆઈ ચીફને રજા પર નથી મોકલી દેવાયાને.

આ પણ વાંચોઃ રજા પર ઉતારી દેવાયેલા CBI ચીફના ઘર બહારથી ચાર શકમંદની ધરપકડ

કેજરીવાલે પીએમ મોદીએ 5મી જૂન, 2013ના રોજ કરેલા એક ટ્વિટને જ રિટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું હતું કે, "આ ખરેખર દુર્ભાગ્યનની વાત છે કે કેન્દ્ર સરકાર વિરોધીઓને ચૂપ કરવા માટે દેશની ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જ્યાં સીબીઆઈ આઈબીના અધિકારીઓ સામે સવાલ ઉઠાવી રહી છે."

મોદીએ જ્યારે ટ્વિટ કર્યું હતું ત્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની નિમણૂક સમિતિએ મંગળવારે રાત્રે સીબીઆઈના તત્કાલિન ડિરેક્ટરને રજા પર ઉતારીને સીબીઆઈની કમાન જોઈન્ટ ડિરેક્ટર એમ નાગેશ્વર રાવને સોંપી દીધી હતી.
અન્ય એક ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે, "સીબીઆઈના અધિકારીઓને રજા પર મોકલી દેવા પાછળ શું કારણ છે? લોકપાલ એક્ટ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલી તપાસ એજન્સીના ચીફ સામે આવું પગલું લેવાની સત્તા મોદી સરકારને કયા કાયદા હેઠળ મળે છે? મોદી સરકાર શું છૂપાવી રહી છે? "

વધુ એક ટ્વિટમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આવું પગલું કદાચ રાફેલ ડીલને લઈને લેવામાં આવ્યું હોઈ શકે. વિપક્ષ આ ડીલમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી રહ્યું છે.
First published: October 25, 2018, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading