'રાકેશ અસ્થાના સામે પુરાવા છે,' CBI અધિકારી એ.કે. બસ્સી સુપ્રીમ પહોંચ્યા

News18 Gujarati
Updated: October 30, 2018, 12:51 PM IST
'રાકેશ અસ્થાના સામે પુરાવા છે,' CBI અધિકારી એ.કે. બસ્સી સુપ્રીમ પહોંચ્યા
સુપ્રીમ કોર્ટ પહોંચેલા એ.કે.બસ્સી

ગત અઠવાડિયે ડાયરેક્ટર અલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાની બબાલ બાદ બસ્સીની પોર્ટ બ્લેયર ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ  સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના પર લાગેલી આરોપની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારી એ.ક. બસ્સીએ મોઇન કુરૈશી મામલામાં સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું. ગત અઠવાડિયે ડાયરેક્ટર અલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાની બબાલ બાદ બસ્સીની પોર્ટ બ્લેયર ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. બસ્સીઓ પોતાના ટ્રાન્સફરના આદેશના પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

અરજીમાં તેમણે લખ્યું છે કે તેઓ પુરાવાના આધારે રાકેશ અસ્થાનાને દોષી જાહેર કરવાના હતા. તેમણે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેમની પાસે એ વાતના પુરાવા હતા કે એફઆઈઆરમાં જે લોકોના નામ સામેલ હતા તેમણે રૂ. 3.3 કરોડની લાંચ લીધી હતી.

નોંધનીય છે કે રાકેશ અસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં બસ્સી વિરુદ્ધ ફરિયાદ દાખળ કરાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે બસ્સી અલોક વર્માના આદેશ પર કામ કરે છે. હકીકતમાં દિલ્હી હાઇકોર્ટે સીબીઆઈને આદેશ કર્યો હતો કે રાકેશ અસ્થાના સામે પ્રથમ નવેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

આ પણ વાંચોઃ શું છે આર્ટીકલ 32? જેનાં હેઠળ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા CBI ચીફ આલોક વર્મા

આ આખો મામલો હૈદરાબાદના એક રિયલ એસ્ટેટ સતાશ સાનાએ નિવેદન નોંધાવ્યા બાદ સામે આવ્યો હતો. આ કેસમાં લાંચની તપાસ રાકેશ અસ્થાનાની ટીમ કરી રહી હતી. આરોપ હતો કે સાનાએ માંસની નિકાસ કરતા વેપારી મોઇન કુરૈશીને રૂ. 50 લાખ લાંચના સ્વરૂપમાં આપ્યા હતા. જે એક કંપનીમાં રોકાણના સ્વરૂપે બતાવવામાં આવ્યા હતા, જેનાથી લાંચના કેસમાં રાહત મળે.

પૂછપરછ દરમિયાન સ્પેશ્યિલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની ટીમને શંકા ગઈ હતી કે સાનાનું નિવેદન ખોટું છે. જે બાદમાં સાના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે 25મી સપ્ટેમ્બર 2018થી દેશ છોડી જવા પર સાના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
First published: October 30, 2018, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading