Home /News /india /CBI ચીફ અને ડે.ચીફને રજા પર ઉતારી દેવાયા, નાગેશ્વર રાવને ઇન્ચાર્જ બનાવાયા

CBI ચીફ અને ડે.ચીફને રજા પર ઉતારી દેવાયા, નાગેશ્વર રાવને ઇન્ચાર્જ બનાવાયા

સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર નાગેશ્વર રાવ એજન્સીની કમાન સંભાળશે.

સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર નાગેશ્વર રાવ એજન્સીની કમાન સંભાળશે.

    લાંચ લેવાના આરોપ પછી તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યાં છે. સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર નાગેશ્વર રાવ એજન્સીની કમાન સંભાળશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના એક આદેશ પ્રમાણે સીબીઆઈ ડાયરેક્ટર પદના તમામ કાર્ય અને કાર્યભાર તત્કાળ અસરથી હવેથી રાવ સંભાળશે.

    આ પણ વાંચો: CBIમાં આંતરિક ડખ્ખોઃ સોમવાર સુધી નંબર-2 રાકેશ અસ્થાનાની ધરપકડ પર રોક, DSP રિમાન્ડ પર

    નોંધનીય છે કે અસ્થાનાએ લાંચના આરોપમાં પોતાની સામે નોંધાયેલ એફઆઇઆરને પડકારી હતી. જે પછી મંગળવારે દિલ્હી હાઇકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યાં હતા કે અસ્થાનાની સામે અપરાધિક કાર્યવાહી બરકરાક રાખવામાં આવે.

    અસ્થાનાએ લાંચના આરોપમાં પોતાની સામે નોંધાયેલ એફઆઇઆરને પડકારી હતી.


    આદેશથી સ્પષ્ટ જાહેર થાય છે કે સરકારે વરિષ્ઠતામાં ત્રીજા સ્થાન પર આવનાર દરેક અન્ય અતિરિક્ત નિદેશકોને કિનારે કરી દીધા છે.

    આ પણ વાંચો: CBIએ ભ્રષ્ટાચારના કેસમાં તેના જ સિનીયર અધિકારીની ધરપકડ કરી

    મહત્વનું છે કે આમાં એ. કે. શર્માનું નામ પણ સામેલ છે જેમનું નામ અસ્થાના દ્વારા કરાયેલ ફરિયાદમાં સામે આવ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Alok Verma, Rakesh Asthana, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन