CBI વિવાદ : જેટલી બાલ્યા - સાચી વાત બહાર આવવી દેશ હિતમાં

News18 Gujarati
Updated: October 26, 2018, 5:05 PM IST
CBI વિવાદ : જેટલી બાલ્યા - સાચી વાત બહાર આવવી દેશ હિતમાં
વિત્ત મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો

વિત્ત મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો

  • Share this:
વિત્ત મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે આ મામલે જે પગલા ભર્યા છે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેને બળ આપે છે.

જેટલીએ કહ્યું હતું કે સીબીઆઈમાં હાલમાં થયેલા ઘટનાક્રમથી તેમની પ્રતિષ્ઠા ખરાબ થઈ છે. તેમણે કહ્યું હતું કે સીબીઆઈ વિવાદમાં હકીકત બહાર આવવી દેશના હિતમાં જરૂરી છે. સીવીસી તપાસમાં સચ્ચાઈ સામે આવી જશે. આપણો દેશ આ સહન ના શકે કે ભ્રષ્ટાચારની તપાસ કરનાર એજન્સીના બે મોટા અધિકારી જ તપાસના દાયરામાં આવી જાય.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની અરજી ઉપર શુક્રવારે સીબીઆઈ, સીવીસી અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

CBIના કાર્યકારી ચીફ નાગેશ્વર રાવ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

વિત્ત મંત્રીએ સુપ્રીમ કોર્ટના આ આદેશ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે તે ઘણું સકારાત્મક પગલું છે. એક જ કેસમાં એજન્સીના ડાયરેક્ટરનો એક મત અને સ્પેશ્યલ ડાયરેક્ટરનો બીજો મત છે. તે એજન્સી ભ્રષ્ટાચારની તપાસ કરે છે તેના બે મોટા અધિકારીઓ પર આરોપ લાગે તો તેની તપાસ મહત્વપૂર્ણ બની જાય છે. સીવીસી સામે સીબીઆઈ અકાઉન્ટેબલ છે. જેની ઉપર સીવીસીએ નિર્ણય આપ્યો હતો જેને સરકારે સ્વિકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય?
Loading...

સીબીઆઈ ચીફના પદેથી ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા બાદ આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે ત્રણ જજોની બંધારણીય બેંચે સરકારને આલોક વર્મા પર લાગેલા આરોપની તપાસ બે અઠવાડિયામાં પૂર્ણ કરી દેવા આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આલોક વર્માની જગ્યાએ હંગામી ધોરણે નિમણૂક પામેલા એમ નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે.
First published: October 26, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...