શારદા ચિટ ફંડ કૌભાંડ, એક દિવસમાં રાજીવ કુમારને બે નોટિસ

શારદા ચિટ ફંડ કૌભાંડ, એક દિવસમાં રાજીવ કુમારને બે નોટિસ

પશ્ચિમ બંગાળના શારદા ચિટ ફંડ કૌભાંડમાં હવે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી રહી છે

 • Share this:
  પશ્ચિમ બંગાળના શારદા ચિટ ફંડ કૌભાંડમાં હવે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી રહી છે. સીબીઆઈના ઇમીગ્રેશન બ્યૂરોએ પહેલા રાજીવ કુમાર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. આ પછી સીબીઆઈએ વધુ એક નોટિસ જાહેર કરીને સોમવારે સીબીઆઈ ઓફિસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

  સીબીઆઈની ટીમ રવિવારે મોડી સાંજે રાજીવ કુમારની શોધમાં કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર આવેલ ડિપ્ટી કમિશનરના ઓફિસમાં પણ ગઈ હતી. સીબીઆઈ કોલકાતા પોલિસ કમિશનરના નિવાસ ઉપર પણ પહોંચી હતી. જોકે તે ત્યાં મળ્યા ન હતા.

  આ પણ વાંચો - દેશની સૌથી 'સુંદર' સાંસદ! પ. બંગાળથી ચૂંટણી જીતી પહોંચી સંસદ

  લુકઆઉટ નોટિસ જાહેર થયા પછી હવે રાજીવ કુમાર દેશ છોડી શકશે નહીં. આવું કરવાની સ્થિતિમાં તેમને સીબીઆઈમાં સોપી દેવામાં આવશે. આ નોટિસ 23 મે 2020 સુધી વૈધ રહેશે. અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે સીબીઆઈએ રાજીવ કુમારને દેશ છોડતા રોકવા માટે અને કોઈ સંભવિત પગલા વિશે એજન્સીને સુચિત કરવા માટે આ સપ્તાહે એરપોર્ટ અધિકારીઓને સતર્ક કર્યા છે.

  ઉલ્લેખનીય છે કે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરી આ શારદા ચિટ કૌભાંડ સંબંધમાં પૂછપરછ કરવા માંગે છે.
  Published by:Ashish Goyal
  First published: