બેંક મોબાઇલ-એપ્સ ઉપયોગ કરનારા સાવધાન, ખાતામાંથી આ રીતે પૈસા જઈ શકે છે

News18 Gujarati
Updated: June 15, 2018, 7:20 PM IST
બેંક મોબાઇલ-એપ્સ ઉપયોગ કરનારા સાવધાન, ખાતામાંથી આ રીતે પૈસા જઈ શકે છે

  • Share this:
મોબાઇલ ફોનમાં નાણાકીય વ્યવહાર માટે મોબાઈલ-એપ્લિકેશન ડાઉનલોડ કરનારા બેંક-ખાતેદારોને અહીં સાવધાન કરવામાં આવે છે. સાઇબર સિક્યોરિટીનાં સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે નવા વાઇરસ મોબાઇલ ફોનમાં 14 બેન્કિંગ-એપ્સને શિકાર બનાવી રહ્યા છે. બેંકો ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે. સિક્યોરિટી-નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે આ વાઇરસ ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશનમાં પણ ઘૂસણખોરી કરી શકે છે. એનો અર્થ એવો થયો કે આ વાઇરસ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી બેંક-ખાતા સુધી પહોંચી શકે છે. આ બે વાઇરસ Android.Marcher.C અને Android.Asacub.T નામથી ઓળખાય છે.આ વાઇરસ હેકર્સને OTP આપી દે છે, જેનાથી તમારા ખાતામાંથી સરળતાથી પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. કૉમ્પ્યુટર સિક્યોરિટી ફર્મ Quick Healએ આ ઘૂસખોરી કરનારા વાઇરસની માહિતી આપી દીધી છે. આ વાઇરસ યુઝર્સના ગુપ્ત અને બેન્કિંગ ડેટા સુધી પહોંચવા માટે મોબાઇલ-યુઝર્સની સોશિયલ મીડિયાની પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. આ વાઇરસ ફેસબુક, વ્હોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને સ્કાઇપના માધ્યમ દ્વારા બેન્કિંગ-એપ્સની માહિતી હેકર્સ સુધી પહોંચાડી રહ્યા છે.આ વાઇરસ પર જે બેન્કિંગ-એપ્સ છે એમાં SBI એનીવ્હેર પર્સનલ, ICICI બેંક-આઇમોબાઇલ, એક્સિસ બેંકની એક્સિસ-મોબાઇલ છે. આ ઉપરાંત HDFCની મોબાઇલ બેન્કિંગ લાઇટ, યુનિયન બેંકની મોબાઇલ એપ, BOBની બરોડા એમપાસબુક પર આ વાઇરસ અટેક કરી શકે એવી સંભાવના સિક્યોરિટી ફર્મ Quick Heal દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
First published: June 15, 2018
વધુ વાંચો
अगली ख़बर