Home /News /india /

ઇન્દિરાએ દેશ માટે આપેલા પ્રદાનને અવગણી શકાય નહીં: શિવસેના

ઇન્દિરાએ દેશ માટે આપેલા પ્રદાનને અવગણી શકાય નહીં: શિવસેના

    ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચાબખા મારવાનું ચાલુ જ રાખ્યુ છે અને વારંવાર ઇમરજન્સીનો ઇશ્યુ ઉભો કરીને ઇન્દિરા ગાંધીને વગોવવાનું કામ કરતા ભાજપના નેતાઓને શિવસેનાએ આડેહાથ લીધા હતા.

    શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાદી હતી એ વાત સાચી છે પણ માત્ર ઇમરજન્સી સિવાય પણ ઇંદિરા ગાંધીએ કામ કરેલા છે.

    ઇમરજન્સીના કારણે ઇંદિરા ગાંધીના પ્રદાનને અવગણી શકાય નહીં. ઇંદિરા ગાંધી લોકશાહીની તરફેણમાં હતા અને એટલે જ ઇમરજન્સી હટાવ્યા બાદ 1977માં તેમણે ચૂંટણી યોજી હતી. આ ચૂંટણીમાં તેમની હાર થઇ હતી.
    શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે લખ્યુ છે કે, દેશના ઘડતરમાં જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, બી.આર.આંબેડકર, નેતાજી બોઝ અને વીસ સાવરકરના પ્રદાનને અવગણી શકાય નહીં. ઇંદિરા ગાંધીએ જેટલુ આ દેશ માટે પ્રદાન કર્યુ છે એટલુ કોઇએ કર્યુ નથી. માત્ર કટોકટા લાદવાના તેમના નિર્ણયને કારણે તેમનુ પ્રદાન ધોવાઇ જતું નથી. કટોકટી દરમિયાન મીડિયા પર પ્રતિબંધ લાગ્યા હતા. કટોકટી દરમિયાન જ બન્યુ હતુ અને અત્યારે હાલ જે બની રહ્યુ છે તેમાં કોઇ તફાવત નથી.”

    સંજય રાઉતે વર્તમાન મોદી સરકારની નીતિને ઇંદિરા ગાંધીની કટોકટી સમયના કાળ સાથે સરખાવ્યો હતો.

    અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓ દર વર્ષે કટોકટી દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે અને ઇંદિરા ગાંધીની ટિકા કરવામાં પાછી પાની કરતા નથી. સંજય રાઉતે વધુમાં લખ્યુ કે, બાલાસાહેબ ઠાકરેએ કટોકટાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, જો દેશમાં કટોકટી લાદવાથી શિસ્ત આવતી હોય તો કટોકટી જરૂરી છે. આમ છતા, કટોકટી દરમિયાન બાલાસાહેબ ઠાકરેના પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરી દેવામાં આવ્યુ હતુ. બાલાસાહેબ ઠાકરેએ કદી આના માટે જશ ખાંટવાનો પ્રયાસ કર્યો નહોતો”
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Contribution, Emergency, INC, Sanjay raut, Shivsena, ઇન્દિરા ગાંધી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन