શું ગૌમૂત્રથી કેન્સરની સારવાર શક્ય છે? આ છે વિશેષજ્ઞોનો અભિપ્રાય

News18 Gujarati
Updated: July 4, 2018, 10:56 AM IST
શું ગૌમૂત્રથી કેન્સરની સારવાર શક્ય છે? આ છે વિશેષજ્ઞોનો અભિપ્રાય
ગૌમૂત્રથી કેન્સરની સારવાર સંભવ છે?

  • Share this:
ઘણાં સમયથી એક ચર્ચા સાંભળવા મળે છે કે વાસ્તવમાં ગૌમૂત્રથી કેન્સરની સારવાર સંભવ છે? મેડિકલ એન્ડ પીડિયાટ્રિક ઓન્કોલોજીના અસોસિએટ પ્રોફેસર વેંકટરમણ રાધાકૃષ્ણે Quora પોસ્ટમાં જાન્યુવારી મહિનામાં તેનો ઉત્તર આપ્યો હતો. તેમમે આ પોસ્ટમાં લખ્યું હતું કે ગૌમૂત્ર પીવાથી કેન્સરની સારવાર સંભવ નથી. તેમણે કહ્યું કે મેં અને મારા સાથી એન્કોલોજિસ્ટે અત્યાર સુધી કોઇ આવો કેન્સરનો દર્દી નથી જોયો કે જેને ગૌમૂત્ર પીવાથી કેન્સર મટ્યું હોય.

હાલમાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક આર્ટિકલમાં છપાયું હતું કે ગુજરાતની જૂનાગઢ વિશ્વવિદ્યાલયના બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ આ વાતનો દાવો કર્યો છે કે તેઓ ગૌમૂત્રથી કેન્સરની સારવાર કરવામાં સફળ થયા છે. જોકે તેમની આ વાતની પુષ્ટિ વાસ્તવિક વૈજ્ઞાનિક તપાસમાં નથી થઇ.

દિલ્હીના ઓન્કોલોજીસ્ટ ડો. અમિત અગ્રવાલે કહ્યું કે પ્રયોગ કર્યા વગર કોઇપણ વસ્તુને કેન્સર મટાડવાની સારવાર ન માની શકાય. કેન્સરની દવા અત્યારે કિમોથેરાપી જ છે. મેડિકલ ક્ષેત્રમાં 20 વર્ષના અનુભવી ડો. અમિતનું કહેવું છે કે મારા સાથી મિત્રો પણ કોઇ વૈક્લિપક સારવાર નથી કરતા કારણ કે તેમાં ઘણો ખતરો છે.

રાધાકૃષ્ણે લખ્યું કે ગૌમૂત્ર માણસના મૂત્રથી અલગ નથી. જેમાં 95 ટકા પાણી ઉપરાંત સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ક્રેટિનિન જેવા ખનીજ હોય છે. જેમાં કોઇપણ કેન્સર વિરોધી તત્વો નથી. તેમણે કહ્યું કે ગૌમૂત્ર ખેતરોમાં નાંખવાની માટીમાંથી સારી ઉપજ આવે પરંતુ બોટલમાં ભરીને કેન્સરની સારવાર માટે વેચવાનું ન હોય.

ટ્વિટર પર અન્ય પણ ઘણાં લોકોએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે કેન્સર જેવી ભયાનક બીમારી માટે આવો ભ્રમ ફેલાવવો સારી વાત નથી.

( ન્યૂઝ 18 હિન્દીના રાકા મુખર્જીના લેખનું ભાષાંતર)
First published: July 4, 2018, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading