રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ બની ગઈ છે. સોમવારે 23 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. જેમાં 13 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રી હશે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ મંત્રી બનનાર ધારાસભ્યોને રવિવારે ફોન કરીને આ વિશે જાણકારી આપી હતી. મંત્રી પદ માટે ફોન આવ્યા પછી સંબંધિત ધારાસભ્યોના સમર્થકોએ ઉજવણી કરવાની શરુ કરી દીધી છે.
મંત્રી પદના શપથ લેવા જઈ રહેલા ધારાસભ્યોમાં બીડી કલ્લા, શાંતિ ધારિવાલ, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીના અને માસ્ટર ભંવરલાલ આ પહેલા પણ ગહેલોત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જ્યાકે હરીશ ચૌધરી સંગઠનમાં ઘણા મહત્વનો પદો પર રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર