Home /News /india /ત્રણ તલાક સંશોધનને કેબિનેટની મંજુરી, ફક્ત મેજીસ્ટ્રેટ આપી શકશે જામીન

ત્રણ તલાક સંશોધનને કેબિનેટની મંજુરી, ફક્ત મેજીસ્ટ્રેટ આપી શકશે જામીન

લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પછી કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ તલાક બિલમાં સંશોધનને મંજુરી આપી દીધી

    ત્રણ તલાક પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પછી કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ તલાક બિલમાં સંશોધનને મંજુરી આપી દીધી છે. જોકે આ ગેરકાનુની અપરાધ જ રહેશે પણ હવે મેજીસ્ટ્રેટ દ્વારા જામીન આપવામાં આવશે. આટલું જ નહીં પીડિત મહિલાના બ્લડ રિલેટિવ્સ પણ ત્રણ તલાકની એફઆઈઆર નોંધાવી શકશે. કેન્દ્રની બીજેપી સરકાર 2019ની લોકસભા ચુંટણી પહેલા આ મુદ્દાને મોટી સિદ્ધિના રૂપમાં રજુ કરવા માંગે છે.

    ત્રણ તલાક બિલને ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યું હતું. જોકે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શક્યું ન હતું. વિપક્ષ દ્વારા આ વિધેયકના કેટલાક નિયમો પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. હવે કેબિનેટે થોડા સંશોધનો સાથે તેને પાસ કર્યું છે.

    ગત છત્રમાં રાજ્યસભામાં આ વિધેયક પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. બંને પક્ષો પોત-પોતાની માંગણી પર અડેલા હતા. કોંગ્રેસનું કહેવું હતું કે આ બિલમાં ઘણી ઉણપો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cabinet, Triple Talaq, Triple talaq bill, જામીન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन