FDIમાં સુધારાની કેબિનેટની મંજૂરી

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 10, 2018, 4:00 PM IST
FDIમાં સુધારાની કેબિનેટની મંજૂરી
FDIમાં સુધારાની કેબિનેટની મંજૂરી.

  • Share this:
સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત બાંધકામક્ષેત્રના એફડીઆઇ નિયમો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં સિંગલ બ્રાન્ડ રિટેલમાં ફક્ત 47 ટકા સુધી એફડીઆઇમાં ઓટોમેટિક રૂટથી મંજૂરી હતી. એફડીઆઇવાળા સિંગલ બ્રાન્ડ સ્ટોર માટે ઘરગથ્થુ ચીજોની ખરીદીની શરતોમાં રાહત આપવામાં આવી છે. હવે પ્રથમ વર્ષથી 30 ટકા સ્થાનિક સ્ત્રોતની જરૂર નહીં પડે. પ્રથમ 5 વર્ષમાં અલગ અલગ તબક્કાને લઈ સ્થાનિક સ્ત્રોત વધારવા પડશે. પાંચ વર્ષ પૂર્ણ થવા પર 30 ટકા સ્થાનિક સ્ત્રોતની જરૂર પડશે.

કેબિનેટે એર ઇન્ડિયામાં 49 ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપી છે. એર ઇન્ડિયામાં 49 ટકા વિદેશી મૂડીરોકાણ છતાં મેનેજમેન્ટ-નિયંત્રણ ભારતીયના હાથમાં હોવું જોઈએ.

આ ઉપરાંત રિઅલ એસ્ટેટ બ્રોકિંગ સર્વિસમાં 100 ટકા વિદેશી રોકાણ માટે મંજૂરી આપવામાં આવી છે. રિયલ એસ્ટેટ બ્રોકિંગ સેવાને રિયલ એસ્ટેટ બિઝનેસનો ભાગ ગણવામાં આવશે નહીં. આ ઉપરાંત એફઆઇઆઇ અથવા એફપીઆઈને પ્રાથમિક બજાર દ્વારા પાવર એક્સચેન્જમાં 49 ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઓટોમેટિક રૂટવાળા સેક્ટરમાં નોન-કેશ માલ ખરીદીની અવેજમાં શેરો ઇસ્યુ કરવા માટેની છૂટ આપવામાં આવી છે.

ભારતીય કંપનીઓ અથવા એલએલપીમાં પૈસાના રોકાણના ધંધામાં સંકળાયેલી કંપનીને 100 ટકા સુધીની એફડીઆઇની છૂટ આપવામાં આવી છે. જોકે એવી શરત છે કે કંપની જે ધંધા સાથે જોડાયેલી હોય એના નાણાકીય ક્ષેત્રે નિયમનકાર હોય, ત્યારે 100 ટકા એફડીઆઇ લાવવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત તબીબી સાધનોમાં વિદેશી રોકાણની શરતો સરળ બનાવવામાં આવી છે અને તબીબી ઉપકરણની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે.

 
First published: January 10, 2018, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading