Home /News /india /

હુમલો કરનારનો વીડિયો, જ્યારે મારો મેસેજ વાંચશો ત્યારે જન્નતમાં મજા કરતો હોઈશ

હુમલો કરનારનો વીડિયો, જ્યારે મારો મેસેજ વાંચશો ત્યારે જન્નતમાં મજા કરતો હોઈશ

હુમલો કરનારનો વીડિયો, જ્યારે મારો મેસેજ વાંચશો ત્યારે જન્નતમાં મજા કરતો હોઈશ

મેં જૈશ એ મોહમ્મદમાં આતંકી તરીકે એક વર્ષ પસાર કર્યું છે અને આ મારો કાશ્મીરના લોકો માટે અંતિમ મેસેજ છે

    જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાની થોડીક જ મિનિટો પછી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આની જવાબદારી લીધી છે. જૈશે કાફલા ઉપર ફિદાયીન હુમલો કરનાર આતંકી આદિલ ઉર્ફે વકાસનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દક્ષિણ કાશ્મીરના કાકપોરામાં રહેનાર વકાસ જૈશના ધ્વજ આગળ બેઠો જોવા મળે છે. તેની આગળ ગ્રેનેડ અને અત્યાધુનિક રાઇફલ રાખેલી છે.

    આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડો વીડિયોની શરુઆત કરતા તે કહે છે કે જ્યાં સુધી આ વીડિયો તમારા સુધી પહોંચશે તે સમયે હું જન્નતમાં મજા માણતો હોઇશ. મેં જૈશ એ મોહમ્મદમાં આતંકી તરીકે એક વર્ષ પસાર કર્યું છે અને આ મારો કાશ્મીરના લોકો માટે અંતિમ મેસેજ છે.

    વકાસ વીડિયોમાં કહે છે કે જૈશે પહેલા પણ ભારતમાં હુમલા કર્યા છે જેમ કે વિમાન અપહરણ, 2001માં સંસદ પરનો હુમલો, નગરોટા હુમલો, ઉરી હુમલો અને પઠાનકોટ એરબેસ હુમલો.

    આ પણ વાંચો - 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, શહીદોની સંખ્યા વધીને 37 પર પહોંચી

    તે ઉત્તર કાશ્મીરના લોકોને ભડકાવતા કહે છે કે દક્ષિણ કાશ્મીરમાં લોકો ભારત સામે લડી રહ્યા છે અને હવે ઉત્તર અને મધ્ય કાશ્મીરની સાથે જમ્મુના લોકોનો પણ લડવાનો સમય આવી ગયો છે.

    વીડિયોમાં વકાસ કરી રહ્યો છે કે અમારા કેટલાક કમાન્ડરોને મારીને તમે અમને કમજોર કરી શકશો નહીં. તેણે કાશ્મીરમાં સુરક્ષા દળો પર હાલમાં જ કરેલ આઈઈડી અને સ્નાઇપર હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    આ પણ વાંચો - CRPFના કાફલા પર IED બ્લાસ્ટ, કાળજું કંપાવી દે તેવી તસવીરો આવી બહાર

    પુલવામાનો હુમલો કાશ્મીરમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો આતંકવાદી હુમલો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CRPF, CRPF jawans, Jammu Kashmir, કાશ્મીર, જૈશ એ મોહમ્મદ, પુલવામા, પુલવામા એટેક, વિસ્ફોટ

    આગામી સમાચાર