અધિકાર સંપન્ન રાષ્ટ્રના પાયાનો આધાર તમારા મત પર છે

'બટન દબાઓ દેશ બનાઓ’ એ નેટવર્ક 18ની પહેલ, કરો મતદાન

News18 Gujarati
Updated: May 17, 2019, 6:53 PM IST
અધિકાર સંપન્ન રાષ્ટ્રના પાયાનો આધાર તમારા મત પર છે
#ButtonDabaoDeshBanao
News18 Gujarati
Updated: May 17, 2019, 6:53 PM IST
હાલમાં ભારતમાં સામાન્ચ ચૂંટણી 2019 આગળ ધપી રહી છે. સાત તબક્કાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો 12 મે 2019ના રોજ હાથ ધરવામાં આવ્યો હતો.

આપણે ભારતીય નાગરિકો અને મતદારો ચૂંટણીના સમય દરમિયાન મોટી ભૂમિકા ભજવીએ છીએ. પ્રત્યેક નાગરિકનો પ્રત્યેક મત રાષ્ટ્રનું નસીબ ઘડવામાં યોગદાન આપે છે. ભારતનું ભવિષ્ય શાસક રાજકીય પક્ષ અને સરકારના નહી પરંતુ તે મતદારોના ખભા પર છે.

પોતાનો મત આપવાનો અને એવી સરકારને સત્તા પર લાવવાની ભારતની દરેક પુખ્ત વ્યક્તિનો અધિકાર અને ફરજ છે જે દેશના સારા માટે કામ કરે અને પોતાના નાગરિકોના જીવનમાં સુધારો કરે.

ન્યૂઝ 18ના અમીષ દેવગણે પ્રત્યેક એક મતના મૂલ્યની ચર્ચા કરી હતી. તેમણે પ્રત્યેક પ્રવાહની વિખ્યાત જાહેર વ્યક્તિઓ જેમ કે સુનિલ અરોરા, દિલીપ ચેરીયન, અદ્વૈતા કાલરા અને શિવાની વઝીર પાસરિચાની પ્રતિષ્ઠિત પેનલ સાથે તેઓ રાષ્ટ્રને આગળ ધપાવવા માટે તેમના એક મતના યોગદાનને લોકો સમજે તેવી અરજ કરી છે.

તમારા એક મતનું મૂલ્ય – એક વિશ્લેષણ

પ્રત્યેક ભારતીય નાગરિકનો મત રાષ્ટ્રના ભવિષ્ય પર અસર કરે છે. પોતાનો મત આપવો તે દરેક મતદાર માટે આવશ્યક અને ફરજિયાત છે.

  • આપવામાં આવેલો પ્રત્યેક મત બાળકોને શિક્ષણ આપવામાં સહાય કરે છે. જે બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહનો લાભ ઉઠાવી શકતા નથી તેવા 4% બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવામાં સહાય કરે છે.

  • ગરીબી રેખા હેઠળના 50 મિલીયનથી લોકોના જીવનને ફાયદો થશે.

  • તમારો પ્રત્યેક મત દર્દીઓ અને રોગીઓને વધુ સારી તબીબી સંભાળનો માર્ગ પૂરો પાડશે.

  • પાણી, વીજળી અને અન્ય આંતરમાળખાઓ જેમ કે રોડવે, હાઉસિંગ વગેરેને વધુ સારા બનાવી શકાય છે.

  • તમારા એક મતમાં ગેઇમચેન્જર બનવાની અને ચૂંટણીને અસ્થિર કરવાની શક્તિ છે.


ભારત જેવા લોકશાહી દેશમા મતદાર એ મજબૂત કડી છે.

નવા અને પ્રથમ વખતના મતદારોને સલાહ

નવા અને પ્રથમ વખતના મતદારો તેમના મતના સ્વરૂપમાં મહાન શક્તિનો ઉપયોગ કરે છે. તેમનો મત તેમનો અવાજ છે અને તે સંભળાય તેની તેમણે ખાતરી રાખવી જોઇએ.

છેલ્લી મિનીટે અસ્વસ્થતા ટાળવા માટે તેમને વહેલાસર ઓનલાઇન જવાની સલાહ આપવામાં આવે છે અને જોવું જોઇએ કે તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહી.

જે મતદારો તેમના હોમટાઉનમાંથી દૂર હોય અને કામ કે અભ્યાસ અર્થે દેશના વિવિધ ભાગમાં વસતા હોય તેમણે પોતાનું સરનામુ તબદિલ કરવાની પ્રક્રિયા શોધવી જોઇએ અને તેમના પ્રવર્તમાન નિવાસસ્થાને તેમનો મત નાખવો જોઇએ.

તેમને પૂરા હૃદયથી ચૂંટણીમાં ભાગ લેવાની અને એક જવાબદાર નાગરિક તરીકે તેમનો મત આપવાની અરજ કરવામાં આવે છે.

જો તમે કોઇ રાજકારણી અથવા રાજકીય પક્ષને તરફેણ ન કરતા હોય તો શું કરવું.

ઘણા સમયે મતદારોમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષો વિશે ખોટ ભ્રમ હોય છે. તે કિસ્સામા સોનલ માનસિંહ કહે છે કે ઉમેદવાર અને પક્ષને મત આપવા માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે જે તમને પ્રેરણા આપતા હોય અને તમને વધુ સારી સરકારની આશા આપતા હોય તેમને મત આપો. તેના બદલે તમે જે વ્યક્તિ રાષ્ટ્ર દ્વારા પ્રેરીત હોય અને ચુસ્ત દેશભક્ત હોય તેને પણ ઓળખી કાઢી શકો છો. આવા ઉમેદવારને મત આપો.

ચૂંટણીની પ્રક્રિયાને એક પૂજા તરીકે ગણો અને તમારો મત આપવા માટે સંપૂર્ણ જુસ્સો દર્શાવો.

મતદારોને સંદેશ

તમે જે સમાનતાની કિંમત ચૂકવો છો તે એકસમાન સરકાર માટે છે. અદ્વેતા કાલરા લોકોને અરજ કરે છે કે 5 વર્ષનો સંપૂર્ણ સમયગાળો ચલાવી શકવા માટે સક્ષમ હોય તેવી સ્થિર, મજબૂત અને સક્ષમ સરકાર તેને મત આપો. તેણી લોકોને સાવચેત કરતા કહે છે કે યાદ રાખો કે મતદાન એ ખર્ચાળ પ્રક્રિયા છે અને દેશની તિજોરીને ખાલી થતા રોકો.

પ્રથમ તબક્કામાં દરેક છ તબક્કાની તુલનામાં સૌથી વધુ મતદાન થયુ હતું. આ તબક્કામાં મતદાનની ટકાવારી 69.50% હતી. 2જા તબક્કામાં 69.44% અને 3જા તબક્કામાં 68.40 અને 4થો તબક્કામાં 65.51% નોંધાયું હતું. 5મા અને 6ઠ્ઠા તબક્કામાં મતદાન અનુક્રમે 65% અને 63.48% થયું હતું.

બટન દબાઓ દેશ બનાઓ એ નેટવર્ક 18ની પહેલ છે, જે આરપી સંજીવ ગોયંકા ગ્રુપ દ્વારા રજૂ કરવામા આવી છે, જે દરેક ભારતીયને હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતદાન કરવાની અરજ કરે છે. હેશટેગ #ButtonDabaoDeshBanao નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર આ ચર્ચાને અનુસરો.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...