Home /News /india /મતદારની ઉદાસીનતાઃ શહેરી V/S ગ્રામિણ

મતદારની ઉદાસીનતાઃ શહેરી V/S ગ્રામિણ

Button Dabao Desh Banao

12 મેના રોજ સામાન્ય ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાનું સફળતાપૂર્વક સમાપ્તિ જોવા મળી હતી. દરેક છ તબક્કાઓમાં એવું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે શહેરી વિસ્તારો કરતા ગ્રામિણ વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધુ હતી. આ પ્રવાહનું આત્મનિરીક્ષણ અને વિશ્લેષણ કરવા માટે ન્યૂઝ 18 ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કિશોર અજવાણીએ મીડિયાના માંધાતાઓની એક પેનલને આમંત્રણ આપ્યું હતું.

સીએનએન ન્યૂઝ 18ના એડિટર ભૂપેન્દ્ર ચૌબે અને તેના સિનીયર એડિટર પલ્લવી ઘોષની સાથે ન્યૂઝ 18 ઇન્ડિયાના પોલિટીકલ એડિટર અમિતાભ સિન્હા અને ફર્સ્ટ પોસ્ટના એડિટર બીવી રવ એમ દરેક જણા આ વિષય પર ચર્ચા કરવા અને તેના શક્ય ઉકેલો ઓફર કરવા માટે એકત્ર થયા હતા.

તેમની ઉગ્ર ચર્ચા દરમિયાન શહેરી અને ગ્રામિણ મતદારો વચ્ચે ભારે વિસંગતિ માટે નીચે આપેલા કારણો બહાર આવ્યા હતા.

વિચારધારા

આ વિસંગતિનું મુખ્ય કારણ શહેરી અને ગ્રામિણ વસ્તીની વિચારધારા છે. મુંબઇ, બેંગલોર અને હૈદરાબાદ જેવા શહેરો ઉદાહરણ તરીકે સમૃદ્ધ છે. તેમને દરેક પ્રકારની પ્રાથમિક નાગરિક સુવિધાઓ અને આંતરમાળખુ આસાનીથી ઉપલબ્ધ છે. સુશાસન પરિણમે તેવી જરૂરિયાત તેમને દેખાતી નથી.

ગ્રામિણ ટાઉન, ગામડાઓ અને જિલ્લાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ વધુ નિર્ભર છે. તેથી તેઓ માને છે કે તેમને ઘણા વધુ સારા પણાની જરૂર છે અને તેમની પસંદગીના ઉમેદવારો માટે મતદાન કરે છે.

ખાનગી ખેલાડીઓની હાજરી

મુંબઇ અને બેંગલોર જેવા મોટા મહાનગરોમાં ખાનગી કંપનીઓ જેમ કે રિલાયન્સ અને ટાટાની વીજળી જેવી ચોક્કસ નાગરિક સવલતો પૂરી પાડવાની જવાબદારી અને જોગવાઇ કરે છે. આ બાબત સરકારી શહેરી નિવાસીઓ બાબતેની ભૂમિકામાં ઘટાડો કરે છે. આ ઉદાસીનતા ચૂંટણીના સમયે પણ દેખાઇ હતી અને શહેરી પ્રજાએ પોતાનો મત આપ્યો ન હતો.

શિક્ષણ અસ્વસ્થ કરે છે

શહેરી વિસ્તારમાં શિક્ષીત વસ્તી ગ્રામિણ ભારતની તુલનામાં ઘણી વધારે છે. તેમ છતાં પણ મતદાન શહેરોમાં ઓછુ રહ્યું છે. માધ્યમ અને અન્ય ચેનલ મારફતે મળતી ઘણી બધી માહિતી શિક્ષીત મતદારોના મનને અસ્વસ્થ બનાવે છે. તેઓએ ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં વિશ્વાસ ગુમાવી દીધો છે અને ઉમેદવારની નબળી પસંદગીને કારણે મત આપવાનું પસંદ કરતા નથી.

બીજી બાજુ ગ્રામિણ ભારતને તેમના મત પર એવો વિશ્વાસ અને ભરોસો છે કે તેમનો મત તેમની જિંદગીને વધુ સારી બનાવવામાં પરિણમશે.

(આ મોટી અસમાનતાને બતાવવા માટે એક નાનુ ઉદાહરણકર્ણાટકમાં, મંડ્યા ગામમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું અને પોશ એવા દક્ષિણ બેંગલોરમાં મતદાનની ટકાવારી 27 ટકા જેટલી ઓછી હતી.)

મતદાન કેવી રીતે વધારવુ તેના પેનલે આપેલા સુચનો

  • માધ્યમોના સક્રિય ઉપયોગ મારફતે શિક્ષીત મતદારો પાસે તેમનો મત આપવા માટે કારણ હોવું જોઇએ. તેઓ આ સમગ્ર પ્રક્રિયામાં તેમનો હેતુ જેમ કે નવું વિઝન, નવી આશા વગેરે જોઇ શકવા સક્ષમ હોવા જોઇએ.

  • પોતાનો મત આપતી વખતે લોકો દ્વારા કેટલી સમસ્યાનો સામનો કરવામાં આવે છે તેને ઓળખી કાઢો. આવી સમસ્યાઓમાં સ્થળાંતર કે સરનામામાં ફેરફાર, ચૂંટણી યાદીમાં નામ ન હોવુંસ મતદાન આઇડી કાર્ડ ન હોવું વગેરે હોઇ શકે છે.

  • તેમની સમસ્યાઓ પર ધ્યાન આપો. અમેરિકા, જેવા દેશોમાં જે લોકોએ મત ન આપ્યો હોય તેમનો સંપર્ક કરવામાં આવે છે અને આ માટે તેમના કારણોની માહિતી લે છે.

  • સ્થળાંતર કરેલા કામદારો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, અસમર્થ લોકો અને પ્રથમ વખતના મતદારો તેમના મત આપી શકે તે માટે દરેક નિયમો અને કાયદાઓને સરળ બનાવો, તેમને મતદાન મથક સુધી પહોંચવાની સવલત વગેરે પૂરી પાડવી જોઇએ. સમગ્ર મતદાન પ્રક્રિયાને સુગમ બનાવો.

  • ફરજિયાત મતદાન કાયદાઓ લાવવા જોઇએ ને પ્રત્યેક લાયક નાગરિકને મત આપવા માટે જવાબદારી સોંપવી જોઇએ

  • એપ્સ અને સ્માર્ટફોન દ્વારા ડિજીટલ વોટિંગનો અમલ કરો.


એવો અંદાજ છે કે 2030 સુધીમાં 50 ટકા જેટલી વસ્તી શહેરી વિસ્તારો બાજુ સ્થળાંતર કરશે. શહેરી વિસ્તારોની ઉદાસીનતા પ્રવર્તી રહી છે ત્યારે હાલમાં ભયાનક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને શહેરી મતદારોએ વધુને વધુ ભાગ લેવો જોઇએ અને સામાન્ય ચૂંટણીમાં ભ્રમણાઓમાં રાચે છે.

બટન દબાઓ દેશ બનાઓ એ નેટવર્ક 18ની પહેલ છે, જે આરપી સંજીવ ગોયંકા ગ્રુપ દ્વારા રજૂ કરવામા આવી છે, જે દરેક ભારતીયને હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતદાન કરવાની અરજ કરે છે. હેશટેગ #ButtonDabaoDeshBanao નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર આ ચર્ચાને અનુસરો.
First published:

Tags: Loksabha election 2019, Vote, મતદાન, લોકસભા ચૂંટણી 2019